GU/Prabhupada 0241 - ઇન્દ્રિયો માત્ર સર્પો જેવી છે



Lecture on BG 2.3 -- London, August 4, 1973

સ્વર્ગને વૈદિક સાહિત્યમાં ત્રિ-દશ-પુર કહેવામા આવ્યું છે. ત્રિ-દશ-પુર. ત્રિ-દશ-પુર એટલે કે તેત્રીસ કરોડ દેવતાઓ, અને તેમના પોતપોતાના ગ્રહો છે. આને કેહવાય છે ત્રિ-દશ-પુર. ત્રિ એટલે કે ત્રણ, અને દશ એટલે કે દસ. તો તેત્રીશ કે ત્રીશ. કોઈ વાત નહીં, ત્રિ-દશ-પુર આકાશ-પુષ્પાયતે. આકાશ-પુષ્પ એટલે કે કઈક કાલ્પનિક, કઈક કાલ્પનિક. આકાશમાં પુષ્પ. એક પુષ્પને બગીચામાં હોવું જોઈએ, પણ જો કોઈ કલ્પના કરે છે કે પુષ્પ આકાશમાં છે, તે કાલ્પનિક છે. તો એક ભક્ત માટે, સ્વર્ગમાં જવા માટે સ્વર્ગીય ચડાવ આકાશમાં પુષ્પની જેમ છે. ત્રિ-દશ-પુર આકાશ પુષ્પાયતે. કૈવલ્યમ નરકાયતે. જ્ઞાની અને કર્મી. અને દુર્દાન્તેન્દ્રીય-કાલ-સર્પ-પટલી પ્રોત્ખાત-દંશત્રાયતે. પછી યોગી. યોગીઓ પ્રયત્ન કરે છે. યોગી એટલે કે યોગ ઇન્દ્રિય-સંયમ, ઇન્દ્રિયોનું નિયંત્રણ. તે યોગિક અભ્યાસ છે. આપણી ઇન્દ્રિયો ખૂબ પ્રબળ છે. જેમ કે આપણે પણ, વૈષ્ણવો, સૌથી પેહલા જીભના નિયંત્રણનો પ્રયાસ. તો યોગીઓ પણ, તેઓ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે, જીભ જ નહીં, પણ બીજા બધા ,દસ પ્રકારની ઇન્દ્રિયોને, તે યોગ પદ્ધતિ દ્વારા. તો કેમ તેઓ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે? કારણ કે ઇન્દ્રિયો સર્પ જેવી છે. એક સર્પ... જેમ કે તે ક્યાય પણ અડશે, તરત જ મૃત્યુ આવશે. ઘા હોવો જ જોઈએ, મૃત્યુ સુધી. તેનું ઉદાહરણ આપેલું છે: જેમ કે આપણી મૈથુન ક્રિયાની ઈચ્છા અથવા કામેચ્છા. જેવુ અવૈધ મૈથુન છે, કેટલી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. અવશ્ય, આજકાલ તે બધુ બહુ સરળ બની ગયું છે. પહેલા તે ખૂબ અઘરું હતું, વિશેષ કરીને ભારતમાં. તેથી એક જુવાન છોકરી હમેશા રક્ષિત હતી, કારણ કે જો તે છોકરાઓ સાથે મળશે, એક યા બીજી રીતે, જેવુ મૈથુન થાય છે, તે ગર્ભવતી બને છે. અને પછી તેના માટે લગ્ન થવા સંભવ નથી. ના. સર્પનો સ્પર્શ. આ છે... વૈદિક સભ્યતા ખૂબ કડક છે. કારણકે સંપૂર્ણ ઉદ્દેશ્ય હતો કેવી રીતે પાછુ ભગવદ ધામ જવું. ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં કે, માત્ર તમે ખાઓ, પીવો અને મજા કરો. તે મનુષ્ય જીવનનું લક્ષ્ય નથી. તો બધાની યોજના તેના સંબંધમાં થઈ હતી. વિષ્ણુર આરાધ્યતે.

વર્ણાશ્રમ-આચારવતા
પુરુષેણ પર: પુમાન
વિષ્ણુર આરાધ્યતે પંથા
નાન્યત તત તોશ કારણમ
(ચૈ.ચ. મધ્ય ૮.૫૮)

વર્ણાશ્રમ, આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બધાને ખૂબ કડકાઈથી તેમના પોતાના વર્ણ અને આશ્રમના નીતિ-નિયમોનું પાલન કરવું પડતું હતું. એક બ્રાહ્મણને એક બ્રાહ્મણની જેમ કાર્ય કરવું જ પડે. એક ક્ષત્રિયને...અહી.... જેમ કે કૃષ્ણ કહે છે, "તું ક્ષત્રિય છે, કેમ આ બધું વ્યર્થ કહે છે? તારે કરવું જ પડે!" નૈતત ત્વયી ઉપપદ્યતે (ભ.ગી. ૨.૩). "બે રીતે તારે આ ના કરવું જોઈએ. એક ક્ષત્રિયના જેમ તારે આ ના કરવું જોઈએ, અને મારા મિત્રના રૂપે, તારે આ ના કરવું જોઈએ. આ તારી કમજોરી છે." આ વૈદિક સભ્યતા છે. ક્ષત્રિયો માટે યુદ્ધ. એક બ્રાહ્મણ લડવાનો નથી. બ્રાહ્મણ સત્ય: શમો દમઃ, તે અભ્યાસ કરે છે કેવી રીતે સત્યવાન બનવું, કેવી રીતે સ્વચ્છ બનવું, કેવી રીતે ઇન્દ્રિયોને વશમાં કરવી, કેવી રીતે મનને વશમાં કરવું, કેવી રીતે સરળ બનવું, કેવી રીતે સંપૂર્ણ વૈદિક સાહિત્યમાં જ્ઞાની બવું, કેવી રીતે વ્યવહારિક રૂપે જીવનમાં અપનાવવું, કેવી રીતે નિશ્ચયમાં પાકી રીતે સ્થિર થવું. આ બ્રાહ્મણ છે. તેવી જ રીતે ક્ષત્રિય - લડવું. તે જરૂરી છે. વૈષ્ય-કૃષિ-ગો-રક્ષા-વાણિજ્યમ (ભ.ગી. ૧૮.૪૪). તો આ બધું કડકાઈથી પાલન થવું જોઈએ.