GU/Prabhupada 0249 - પ્રશ્ન ઉઠ્યો હતો, યુદ્ધ કેમ થાય છે?
Lecture on BG 2.6 -- London, August 6, 1973
તો કોઈ પ્રશ્ન જ નથી અર્જુનને વિચારવા માટે કે તે લડે કે નહીં. તેની કૃષ્ણ દ્વારા અનુમતિ છે, તેથી યુદ્ધ તો થવાનું જ હતું. જેમ કે જ્યારે આપણે ચાલી રહ્યા હતા, ત્યારે પ્રશ્ન ઉઠ્યો હતો કે, "યુદ્ધ કેમ થાય છે?" તે કોઈ મુશ્કેલ વિષય વસ્તુ નથી સમજવા માટે કારણકે આપણા બધાને લડવાની વૃત્તિ છે. છોકરાઓ પણ લડે છે, બિલાડી અને કુતરાઓ પણ લડે છે, પક્ષીઓ લડે છે, કીડીઓ લડે છે. આપણે જોયું છે. તો મનુષ્ય કેમ નહીં? તે લડવાની વૃત્તિ છે. જીવનના લક્ષણોમાનું એક છે લડવું. તો તે લડાઈ ક્યારે થવી જોઈએ? હા, વર્તમાન સમયે, મહત્વકાંક્ષી રાજનેતાઓના કારણે, તેઓ લડે છે. પણ, લડવું, વૈદિક સભ્યતાના અનુસાર, લડવું એટલે કે ધર્મ-યુદ્ધ. ધાર્મિક સિદ્ધાંતોના ઉપર આધારિત. રાજનૈતિક ખ્યાલ ઉપર નહીં. જેમ કે અત્યારે, બે જૂથોની વચ્ચે લડાઈ ચાલી રહી છે સામ્યવાદીઓ અને મૂડીવાદીઓ. તે લડાઈથી બચવા માગે છે, પણ લડાઈ ચાલી રહી છે. જેવુ કોઈ ક્ષેત્રમાં અમેરિકા આવી જાય છે, તરત જ રશિયા પણ તે ક્ષેત્રમાં આવી જાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી લડાઈમાં, જેવા રાષ્ટ્રપતિ નિકસોને તેમનું સાતમું દળ મોકલ્યું, ભારત મહાસાગર પર, બંગાળની ખાડીમાં, ભારતની લગભગ સામે જ.... તે ગેર-કાનૂની હતું. પણ અમેરિકા ખૂબજ ગર્વિત હતું. તો સાતમું દળ મોકલ્યું, હોઈ શકે પાકિસ્તાનને સહાનુભૂતિ આપવા માટે. પણ તરત જ અમારો રશિયન મિત્ર પણ ત્યાં પ્રકટ થઇ ગયો. તેથી, અમેરિકાએ પાછુ આવવું પડ્યું. નહીતો, મને લાગે છે, અમેરિકાએ પાકિસ્તાનના પક્ષે આક્રમણ કર્યું હોત.
તો આ ચાલી રહ્યું છે. લડાઈને તમે રોકી ના શકો. કેટલા લોકો, તેઓ વિચારી રહ્યા છે કેવી રીતે યુદ્ધને રોકવું. તે અશક્ય છે. તે વ્યર્થ વાત છે. તે ના થઈ શકે. કારણકે લડવાની પ્રવૃત્તિ બધામાં છે. તે જીવનું લક્ષણ છે. નાના છોકરા પણ, જેમનામાં કોઈ રાજનીતિ નથી હોતી, કોઈ શત્રુતા નહીં, તે પણ પાંચ મિનટ માટે લડે છે; પછી ફરી મિત્ર બની જાય છે. તો તે લડવાની પ્રવૃત્તિ છે. હવે, કેવી રીતે તેનો ઉપયોગ થવો જોઈએ? આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. આપણે કહીએ છીએ, ભાવનામૃત. આપણે નથી કેહતા, "લડવાનું બંધ કરો" કે "આમ કરો, કે તેમ કરો, તેમ કરો," ના. બધું જ કૃષ્ણ ભાવનામૃતમાં થવું જોઈએ. તે આપણો પ્રચાર છે. નિર્બંધ-કૃષ્ણ-સંબંધે. તમે જે કઈ પણ કરો, તેનો કોઈ સંબંધ કૃષ્ણની સંતુષ્ટિ સાથે હોવો જ જોઈએ. જો કૃષ્ણ સંતુષ્ટ થશે, તો તમે કાર્ય કરો. તે કૃષ્ણ ભાવનામૃત છે. કૃષ્ણેન્દ્રીય તૃપ્તિ વાંછા તાર નામ પ્રેમ (ચૈ.ચ. આદિ ૪.૧૬૫). આ પ્રેમ છે. જેમ કે જો તમે કોઈને પ્રેમ કરો છો; તમારા પ્રેમીના માટે, તમે કઈ પણ કરી શકો છો, અને આપણે ક્યારેક કરીએ છીએ. તેવી જ રીતે, તે વસ્તુને કૃષ્ણ પ્રતિ કેન્દ્રિત કરવી જોઈએ. બસ તેટલું જ. તમે શિક્ષિત બનાવાનો પ્રયત્ન કરો કેવી રીતે કૃષ્ણને પ્રેમ કરવો અને માત્ર કૃષ્ણ માટે જ કાર્ય કરવું. આ જીવનની સિદ્ધિ છે. સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬). ભક્તિ એટલે કે સેવા, ભજ-સેવયામ. ભજ-ધાતુ, તે સેવા કરવા માટે પ્રયોગ થાય છે, ભજ. અને, ભજ, સંસ્કૃત વ્યાકરણ છે, ક્તિ-પર્યાય, તેને સંજ્ઞા બનાવવું. આ ક્રિયા છે. તો કેટલા પ્રત્યય છે, ક્તિ પ્રત્યય, તી પ્રત્યય, કેટલા બધા પ્રત્યય. તો ભજ-ધાતુ ક્તિ, ભક્તિની સમાન છે.
તો ભક્તિ એટલે કે કૃષ્ણને સંતુષ્ટ કરવું, ભક્તિ બીજા કોઈને લાગુ નથી પડતી. જો કોઈ કહે છે "હું કાલી માતાનો મહાન ભક્ત છું," તે ભક્તિ નથી, તે ધંધો છે. કારણકે જે પણ દેવતાની તમે પૂજા કરો છો, તેની પાછળ કોઈ હેતુ છે. સામાન્ય રીતે, લોકો દેવી કાલીના ભક્ત બને છે માંસ ખાવા માટે. તે તેમનો હેતુ છે. વૈદિક સભ્યતામાં, જે લોકો માંસાહારી છે, તેમને સલાહ આપેલી છે કે "કસાઈઘરથી કે બજારથી માંસ ખરીદીને ન ખાઓ." વાસ્તવમાં, આ પદ્ધતિ ક્યાંય પણ, આખી દુનિયામાં, ન હતી, કે તમે કસાઈઘર ચલાવો. આ સૌથી આધુનિક શોધ છે. અમે ક્યારેક ખ્રિસ્તી સજ્જનો સાથે વાત કરીએ છીએ, અને જ્યારે અમે પ્રશ્ન પૂછીએ છીએ કે "ભગવાન ખ્રિસ્ત કહે છે 'તમે મારશો નહીં'; તમે કેમ મારો છો?" તેઓ સાબિતી આપે છે કે "ખ્રિસ્તે પણ ક્યારેક માંસ ખાધું હતું." કોઈક વાર ખ્રિસ્તે માંસ ખાધું હતું, તે ઠીક છે, પણ શું ખ્રિસ્તે કહયું હતું કે "તમે મોટા, મોટા કસાઈઘરોને ચલાવો અને માંસ ખાઓ?" તેમાં કોઈ સામાન્ય બુદ્ધિ પણ નથી. ખ્રિસ્તે કદાચ ખાધું હશે. ક્યારેક... જો કઈ પણ નથી ખાવા માટે તો ત્યારે તમે શું કરી શકો છો? તે બીજો પ્રશ્ન છે. અત્યંત આવશ્યકતામાં, જ્યારે બીજો કોઈ પણ ખોરાક નથી માંસ લીધા વગર... તે સમય આવી રહ્યો છે. આ યુગમાં, કલિયુગમાં, ધાન્યો ધીમે ધીમે ઘટતા જશે. તે શ્રીમદ ભાગવતના, બારમાં સ્કંધમાં વ્યક્ત છે. કોઈ ભાત નહીં, કોઈ ઘઉં નહીં, કોઈ દૂધ નહીં, કોઈ ખાંડ પ્રાપ્ત નહીં થાય. વ્યક્તિએ માંસ જ ખાવું પડશે. તે પરિસ્થિતિ હશે. અને હોઈ શકે માનવ માંસ પણ ખાવું પડે. આ પાપમય જીવન અધો-ગતિ તરફ લઇ જનાર છે, એટલું બધું કે તેઓ વધારે અને વધારે પાપમય બનતા જાશે. તાન અહમ દ્વીશત: ક્રૂરાન ક્ષીપામી અજસ્રમ અંધે-યોનીશુ (ભ.ગી. ૧૬.૧૯). જે લોકો અસુર છે, જે પાપી છે, પ્રકૃતિનો નિયમ છે કે તેને એવી પરિસ્થિતિમાં મુકવો કે તે વધારે અને વધારે અસુર બનતો જાય અને તે ક્યારેય પણ ભગવાન શું છે તે ના સમજી શકે. તે પ્રકૃતિનો નિયમ છે. જો તમારે ભગવાનને ભૂલવા છે, તો ભગવાન તમને એવી પરિસ્થિતીમાં મુકશે કે તમે ક્યારેય પણ સમજી નહીં શકો કે ભગવાન શું છે. તે આસુરી જીવન છે.
તે સમય પણ આવી રહ્યો છે. વર્તમાન સમયે, હજી પણ થોડા લોકો છે જે ભગવાન કોણ છે, તે જાણવા માટે ઉત્સુક છે. આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની (ચૈ.ચ. મધ્ય ૨૪.૯૫). પણ તે સમય પણ આવશે જ્યારે કોઈ બુદ્ધિ નહીં હોય ભગવાનને સમજવા માટે. તે કલિયુગનો છેલ્લો ભાગ છે, અને તે સમયે કલ્કી-અવતાર, કલ્કી અવતાર આવશે. તે સમયે ભગવદ ભાવનામૃતનો કોઈ પ્રચાર નહીં હોય, માત્ર હત્યા, માત્ર મારવું. કલ્કી અવતાર તેમની તલવાર સાથે માત્ર સંહાર કરશે. પછી ફરી સત્ય-યુગ આવશે. ફરી સોનેરી યુગ આવશે.