GU/Prabhupada 0301 - સૌથી બુદ્ધિશાળી વ્યક્તિઓ – તેઓ નાચી રહ્યા છે
Lecture -- Seattle, October 2, 1968
હવે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને આપણને ભગવાન ચૈતન્યની શિક્ષાને અનુસાર શીખવું જોઈએ. તેઓ... પાંચસો વર્ષો પેહલા, તેઓ બંગાળમાં પ્રકટ થયા હતા, ભારતના એક રાજ્યમાં, અને તેમણે વિશેષ કરીને કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કર્યો હતો. તેમનો સંદેશ છે કે જે પણ ભારતમાં જન્મેલો છે તેણે આ કૃષ્ણ ભાવનામૃતના સંદેશનો ગંભીરતાથી સ્વીકાર કરવો જોઈએ, અને દુનિયાભરમાં વિતરણ કરવું જોઈએ. તે આદેશનું પાલન કરવા માટે અમે તમારા દેશમાં આવ્યા છીએ. તો મારી વિનંતી છે કે તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સમજવાનો પ્રયાસ કરો, તમારા સંપૂર્ણ જ્ઞાનથી, ધ્યાનથી અવલોકન કરીને. તેને અંધપણે ગ્રહણ ના કરો. તમે તમારા વાદવિવાદ, જ્ઞાન, તર્ક અને સાક્ષાત્કાર દ્વારા સમજવાનો પ્રયાસ કરો - તમે એક મનુષ્ય છો - અને તમને તે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ લાગશે, નિઃસંદેહ. અમે આ ગ્રંથને છાપ્યું છે, ભગવાન ચૈતન્યની શિક્ષાઓને, અને બીજા કેટલા બધા પુસ્તકો પણ, બીજા કેટલા બધા પુસ્તકોને પણ. તો તેને વાંચવાનો પ્રયાસ કરો. અને અમારી પાસે અમારા સામયિકો છે, ભગવદ દર્શન. અમે ભાવુક લોકો નથી, કે અમે ફક્ત નાચીએ છીએ. તે નૃત્યનો મહાન ભાવ છે; તે છે, જો તમે અમારી સાથે નાચશો, તમને લાગશે. એવું નથી કે કોઈ પાગલ લોકો નાચે છે. ના. સૌથી બુદ્ધિમાન લોકો, તેઓ નાચે છે. તે એટલી સારી રીતે બનાવેલું છે કે એક છોકરો પણ - જેમ કે અહીં, એક છોકરો છે - તે પણ ભાગ લઇ શકે છે. સમગ્ર વિશ્વમાં. જોડાવો, હરે કૃષ્ણનો જપ કરો અને નાચો, અને તમે સાક્ષાત્કાર કરશો. ખૂબજ સરળ પદ્ધતિ. તમારે ખૂબજ ઉચ્ચ તત્વજ્ઞાન કે શબ્દ ભ્રમને સમજવાની જરૂર નથી, આ કે બીજુ. સરળ વસ્તુ. તે સરળ વસ્તુ શું છે? ભગવાન મહાન છે, બધા જાણે છે, અને આપણે તે મહાનના અંશ છીએ. તો જ્યારે આપણે તે મહાન સાથે મળી જઈએ છીએ, ત્યારે આપણે પણ મહાન બની જઈએ છીએ. જેમ કે તમારૂ શરીર, તમારા શરીરનું નાનકડુ અંગ, એક નાનકડી આંગળી કે પગની અંગૂઠો, તે પણ તમારા સંપૂર્ણ શરીરના સમાન મૂલ્યનું છે. પણ જેવો તે નાનકડો ભાગ કે મોટો ભાગ શરીરથી બહાર પડી જાય છે, ત્યારે તેનું કોઈ મૂલ્ય નથી. તેનો કોઈ પણ મૂલ્ય નથી. આ આંગળી, તમારા શરીરનો એક નાનકડો ભાગ. જો કોઈ પણ પીડા છે, ત્યારે તમે હજારો ડોલર ખર્ચ કરો છો. તમે ડોક્ટરને હજારો ડોલર આપો છો, દુઃખનું નિવારણ કરવા માટે. અને જ્યારે તે ડોક્ટર કહે છે કે "આ આંગળીને," શું કહેવાય છે, "સ્થાનાંતરિત કે કાપી નાખવી જોઈએ, નહિતો આખા શરીરને ચેપ લાગશે," તો જ્યારે તે આંગળી શરીરથી કાપી નાખવામાં આવે છે, ત્યારે તમે તેના વિશે ધ્યાન નથી આપતા. કોઈ મૂલ્ય નથી. જરા સમજવાનો પ્રયાસ કરો. એક ટાઈપરાઇટિંગ યંત્ર, એક નાનો સ્ક્રુ જ્યારે તે ખોવાય છે, તમારૂ યંત્ર સરખી રીતે ચાલતું નથી, તમે એક ઠીક કરવાની દુકાનમાં જાઓ. તે દસ ડોલર લે છે. તમે તરત જ આપો છો. તે નાનકડો સ્ક્રુ, જ્યારે તે યંત્રથી બહાર આવે છે, તેનું એક પૈસાનું પણ મૂલ્ય નથી. તેવી જ રીતે, આપણે બધા તે પરમના અંશ છીએ. જો આપણે બધા તે પરમની સાથે કાર્ય કરીશું, તેનો અર્થ છે કે જો આપણે ભગવદ ભાવનામૃત કે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરીશું, કે "હું અંશ છું..." જેમ કે આ આંગળી પૂર્ણ રીતે મારા શરીરની ચેતનામાં કાર્ય કરે છે. જ્યારે પણ હું થોડી પીડા અનુભવું છું. તેવી જ રીતે, જો તમે પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન કરશો, ત્યારે તમે તમારી સ્વાભાવિક સ્થિતિમાં રહો છો, ત્યારે તમારું જીવન સફળ છે. અને જેવા તમે કૃષ્ણ ભાવનામૃતથી અલગ થાઓ છો, ત્યારે બધા સંકટો આવી જાય છે. બધા સંકટો આવી જાય છે. તો કેટલા બધા ઉદાહરણો છે અમે રોજ કક્ષામાં કહીએ છીએ. તો આપણે આ કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરવું જોઈએ જો આપણે સુખી બનવું છે તો, અને આપણી સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત રહેવું. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.