GU/Prabhupada 0327 - જીવ આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની અંદર છે



Room Conversation -- April 20, 1976, Melbourne

કેરોલ જારવીસ: તમે મને પેહલા કહ્યું કે તમે તમારા ગ્રંથોના વિતરણ દ્વારા પ્રતિ દિવસે હજારો ડોલરો કમાવો છો.

પ્રભુપાદ: હા.

કેરોલ જારવીસ: જો તમને માત્ર તમારા વિચારો બીજા લોકોને આપવા છે, તમે કેમ પુસ્તકોને વેચો છો અને તેનાથી ધન કમાવો છો?

પ્રભુપાદ: નહિતો, તમે તેને વાંચશો નહીં. જો હું તમને મફતમાં આપીશ, ત્યારે તમે વિચારશો કે, "આહ, આ કઈ વ્યર્થ છે. તે મને મફતમાં આપે છે."

કેરોલ જારવીસ: તેમને મફતમાં ના આપો, પણ એટલા ભાવમાં આપવું કે જેટલું તેના ઉત્પાદન માટે લાગે છે.

પ્રભુપાદ: તો જ્યારે તે તેના માટે રકમ આપશે... જ્યારે તે રકમ આપશે, તે જોવાનો પ્રયાસ કરશે "આ પુસ્તકો શું કહે છે? જરા મને જોવા દો." અને જો તમને તે મફતમાં મળશે, ત્યારે તમે તેને પુસ્તકના ઘોડામાં રાખી શકો છો સેંકડો વર્ષો માટે. તો... પણ આખરે, અમારે આ પુસ્તકોને છાપવી છે, તો કોણ તેના માટે ધન આપશે? અમારી પાસે કોઈ ધન નથી.

કેરોલ જારવીસ: ઠીક છે, જે બાકીનું ધન છે, જે શેરીઓમાં (પુસ્તક વિતરણ દ્વારા) લેવામાં આવે છે, તેનું શું થાય છે?

પ્રભુપાદ: અમે અમારા આંદોલનનો વિસ્તાર કરીએ છીએ. અમે વધારે કેન્દ્રો ખોલીએ છીએ. અમે વધારે પુસ્તકો છાપીએ છીએ. આ મારા પુસ્તકો છે. મેં ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ બનાવ્યું છે. આ મારી ઈચ્છા છે, અને મેં મારી ઈચ્છા પ્રકટ કરી છે કે સંગ્રહિત રકમનો પચાસ પ્રતિશત ભાગ પુસ્તકોને ફરી છાપવા માટે ઉપયોગ થવો જોઈએ અને પચાસ પ્રતિશત ધન આંદોલનનો વિસ્તાર કરવા માટે થવો જોઈએ. તો ભૌતિક લાભનો કોઈ પ્રશ્ન જ નથી.

કેરોલ જારવીસ: અંતમાં હું તમને પૂછવાની ઈચ્છા કરું છું, કે તમારે કોઈ સંદેશ આપવો છે?

પ્રભુપાદ: હા, આ સંદેશ છે, કે લોકો એવા પ્રભાવમાં છે કે તેઓ આ શરીર છે, પણ તે હકીકત નથી. આત્મા, અથવા માણસ, તે આ શરીરમાં છે. જેમ કે તમે આ શર્ટ અને કોટ નથી. તમે આ શર્ટ અને કોર્ટની અંદર છો. તેવી જ રીતે, આ જીવ, જીવ, શરીરની અંદર છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર મન, બુદ્ધિ અને અહંકારથી બનેલું છે, અને સ્થૂળ શરીર આ ભૌતિક પદાર્થોથી બનેલું છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, પાંચ તત્ત્વો. બધા જોડીને, આઠ તત્ત્વો. આ નીચલી શક્તિ છે. અને ચડિયાતી શક્તિ આ આઠ તત્ત્વોમાં છે, પાંચ સ્થૂળ અને ત્રણ સૂક્ષ્મ. તો આપણે તે વસ્તુ માટે વાંચન કરવું જોઈએ. જેમ કે મેં તે છોકરાને પૂછ્યું હતું કે, "તમે એક મોટું વિમાન, આકાશમાં ઉડતું વિમાન, ૭૪૭, નું નિર્માણ કરી શકો છો, પણ કેમ તમે તેના ચાલકનું સર્જન નથી કરતાં?"