GU/Prabhupada 0328 - આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન બધુ સમાવી લે છે
University Lecture -- Calcutta, January 29, 1973
તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન સર્વને સમાવે તેવું છે. તે દુનિયાની બધી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે - રાજનૈતિક, સામાજિક, આર્થિક, ધાર્મિક, બધું. તે સર્વને સમાવે છે. તો મારી વિનંતી છે કે હું અત્યારે અમેરિકી અને યુરોપી શિષ્યો સાથે કાર્ય કરું છું. કેમ ભારતીયો નહીં? મને લાગે છે કે આ સભામાં કેટલા બધા જુવાન માણસો, શિક્ષિત, વિદ્વાન પંડિતો બેઠા છે. આ આંદોલનમાં સંમિલિત થાઓ, અને શ્રી ચૈતન્ય મહાપ્રભુના આદેશ અનુસાર,
- ભારત ભૂમિતે મનુષ્ય જન્મ હઈલ યાર
- જન્મ સાર્થક કરી કર પરોપકાર
- (ચૈ.ચ. આદિ ૯.૪૧)
આ સમય છે આખી દુનિયા માટે કલ્યાણ કાર્યો કરવા માટે. તેઓ બધા ગૂંચવાડામાં લીન છે, બધી જગ્યાએ. તમે જાણો છો કે પાશ્ચાત દેશોમાં, હિપ્પી આંદોલન. હિપ્પી શું છે? તેઓ પણ શિક્ષિત છે, તેઓ ખૂબ ધનવાન પરિવારથી પણ આવે છે, પણ તેઓ તેમના પિતા અને દાદાની જેમ વાતાવરણની તે પદ્ધતિને પસંદ નથી કરતા. તેથી તેમણે તેને અસ્વીકાર કરી દીધું છે. તો આ સોનેરી મોકો છે આ કૃષ્ણ પંથને આખી દુનિયામાં પ્રચાર કરવા માટે. તમે શોક કરી રહ્યા છો કે તમારા દેશમાંથી થોડા ભાગની જમીન પાકિસ્તાનના રૂપે લઇ લેવામાં આવી છે, પણ જો તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કરશો, ત્યારે આખી દુનિયા હિન્દુસ્તાન બની જાશે. ત્યાં એટલી શક્તિ છે; હું મારો પ્રત્યક્ષ અનુભવ બતાવું છું. લોકો તેની પાછળ આતુર છે. તો જ્યા સુધી હું ભારતમાં છું, વ્યવહારિક રીતે હું મારો સમય બરબાદ કરું છું. ભારતની બહાર, મારુ સ્વાગત એટલી ગંભીરતાથી થાય છે કે મારી દરેક ક્ષણ બરાબર રીતે ઉપયોગ થાય છે.
તો હું આ વિશ્વવિદ્યાલયમાં આવ્યો છું તે આશા સાથે કે તમારામાંથી કોઈ વ્યક્તિ સાચો બ્રાહ્મણ બને. સંસ્કૃત વિભાગ બ્રાહ્મણો માટે છે. પઠન પાઠન યજન યાજન દાન પ્રતિગ્રહ. એક બ્રાહ્મણને પંડિત કહેવાય છે. કેમ? કારણકે એક બ્રાહ્મણે શિક્ષિત હોવું જ જોઈએ. બ્રાહ્મણને એક મૂર્ખ કહેવામા નથી આવતો. તો આ વિભાગ, સંસ્કૃત વિભાગ, બ્રાહ્મણો માટે છે. તો મારી ઈચ્છા છે કે તમારામાંથી થોડા લોકો આ આંદોલનમાં સંમિલિત થાઓ, વિદેશી રાજ્યોમાં જાઓ, ચૈતન્ય મહાપ્રભુના આ શ્રેષ્ઠ પંથનો પ્રચાર કરો. પૃથ્વીતે આછે યત નગારાદિ ગ્રામ. આની મહાન જરૂર છે. અમે કેટલા બધા મંદિરોની સ્થાપના કરી છે, પણ છતાં અમને બીજા મંદિરોની સ્થાપના કરવાની જરૂર છે, રાધા-કૃષ્ણ મંદિરો, ચૈતન્ય મહાપ્રભુના મંદિરો, દરેક ગ્રામ, દુનિયાના દરેક નગરમાં. હવે અમારા દરેક કેન્દ્રોમાંથી, અમે ભક્તોને મોકલીએ છીએ બસોમાં. તેઓ અંદર જાય છે, યુરોપ અને અમેરિકાના ગામોમાં, અને તેમનું સ્વાગત ખૂબજ સારી રીતે થાય છે. વિશેષ કરીને ઈંગ્લેન્ડમાં, તેઓ ગામે ગામે જાય છે. તેમનું સ્વાગત ખૂબ સારી રીતે થાય છે. આ સંપ્રદાય એટલો સરસ છે. ખ્રિસ્તી પાદરીઓ પણ, તેઓ આશ્ચર્યચકિત છે. તેઓ આશ્ચર્યચકિત છે. એક પાદરી બોસ્ટનમાં, તેમણે એક ચોપાનિયુ છાપ્યું છે કે, "આ છોકરાઓ, તેઓ અમારા છોકરાઓ છે, ખ્રિસ્તી અને યહુદીઓ. આ આંદોલનની પેહલા, તેમણે ચર્ચમાં આવવાની કોઈ દરકાર નથી કરી. હવે તેઓ ભગવાનની પાછળ પાગલ છે." તેઓ સ્વીકાર કરે છે. ખ્રિસ્તી પાદરી વર્ગ, તેઓ પણ અમારા વિરોધમાં નથી. તેમાંથી થોડા ડાહ્યા વર્ગ છે, તેઓ માને છે કે "સ્વામીજી કઈ ઠોસ વસ્તુ આપી રહ્યા છે." તેમના પિતાઓ અને પરપિતાઓ મારી પાસે આવે છે. તેઓ નમન કરે છે. તેઓ કહે છે, "સ્વામીજી, તે અમારા માટે એક મહાન ભાગ્ય છે કે તમે અમારા દેશમાં આવ્યા છો." તો હું એકલો કાર્ય કરું છું, અને આંદોલનની કદર થાય છે. અને જો લોકો, આ વિશ્વવિદ્યાલયથી આગળ આવીને આ આંદોલન વિશે શીખવાડશે... તે તેના માટે છે. બ્રાહ્મણનું કર્તવ્ય તે છે, પ્રચાર. બ્રહ્મ જાનાતિ. વ્યક્તિએ બ્રહ્મને જાણવું જોઈએ અને, બ્રહ્મજ્ઞાનનો પ્રચાર કરવો જોઈએ. તે બ્રાહ્મણોનો ધર્મ છે.