GU/Prabhupada 0329 - ગાયની હત્યા કરો કે વનસ્પતિની હત્યા કરો, પાપ તો છે જ



Room Conversation -- April 23, 1976, Melbourne

મિસ્ટર ડિક્સોન: માંસ ખાવા ઉપરની રોક, શું તે તે હકીકતથી નીકળે છે, કે, પશુઓને પણ તેમને આપેલું જીવન છે...

પ્રભુપાદ: વનસ્પતિને પણ જીવન છે.

મિસ્ટર ડિક્સોન: હા. હું પૂછું છું કે કારણકે પશુઓ શાકભાજી કરતા વધારે મહત્વ છે?

પ્રભુપાદ: મહત્વનો કોઈ પ્રશ્ન જ નથી. અમારો સિદ્ધાંત છે કે આપણે ભગવાનના દાસ છીએ. તો ભગવાન ગ્રહણ કરશે, અને ભોજન સામગ્રીનો જે પણ પદાર્થ બચશે, તે અમે લઈશું. તો ભગવદ ગીતામાં...આ શ્લોક શોધો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ (ભ.ગી. ૯.૨૬). જેમ કે તમે અહીં આવ્યા છો. તો જો મારે તમને કઈક ખાવા માટે પૂછવું હોય, તે મારુ કર્તવ્ય છે તમને પૂછવું, "મિસ્ટર નિક્સોન, તમે શું ખાદ્યપદાર્થ લેવાની ઈચ્છા કરો છો?" તો તમે કહો, "મને આ ખૂબજ સરસ લાગે છે." ત્યારે, જો હું તમને તે ખાદ્યપદાર્થ આપું, ત્યારે તમે પ્રસન્ન થાઓ છો. તો અમે કૃષ્ણને આ મંદિરમાં બોલાવ્યા છે, તો અમે રાહ જોઈ રહ્યા છે, તેઓ કયું ખાદ્યપદાર્થ ખાવાની ઈચ્છા કરે છે? તો તેઓ કહે છે કે...

ગુરુ-કૃપા: "જો મને કોઈ પ્રેમ અને ભક્તિથી એક પત્ર, એક પુષ્પ, ફળ, કે જળ અર્પણ કરશે, હું તેનો સ્વીકાર કરીશ."

પ્રભુપાદ: પત્રમ પુષ્પમ ફલમ. તેઓ ખૂબજ સરળ વસ્તુ માટે કહે છે જે બધા આપી શકે છે. જેમ કે એક નાનકડું પત્ર, પત્રમ, એક નાનકડું પુષ્પ, પુષ્પમ, એક નાનકડું ફળ, અને નાનકડું દ્રવ્ય, જળ કે દૂધ. તો અમે તે અર્પણ કરીએ છીએ. અમે આ પદાર્થોથી વિવિધ પ્રકારના સામગ્રીઓ બનાવીએ છીએ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ (ભ.ગી. ૯.૨૬), અને કૃષ્ણના ખાવા પછી, અમે તેને લઈએ છીએ. અમે દાસ છીએ; અમે કૃષ્ણનું વધેલું ખાદ્યપદાર્થ ગ્રહણ કરીએ છીએ. અમે શાકાહારી કે માંસાહારી નથી. અમે પ્રસાદહારી છીએ. અમે વનસ્પતિ છે કે વનસ્પતિ નથી તેની પરવાહ નથી કરતા, કારણ કે જો તમે ગાયને મારો કે વનસ્પતિને મારો, પાપમય કર્મ છે. અને પ્રકૃતિના નિયમ અનુસાર, એમ કહેલું છે કે પશુઓ, જેમને કોઈ હાથ નથી, તે હાથ વાળા પશુઓનું ભોજન છે. આપણે પણ પશુઓ છીએ હાથવાળા. આપણે મનુષ્ય છીએ, આપણે પણ પશુઓ છીએ હાથવાળા, અને તેઓ પશુઓ છે - કોઈ હાથ નથી પણ ચાર પગ. અને પશુઓ છે જેમનો કોઈ પણ પગ નથી, તે વનસ્પતિ છે. અપદાની ચતુષ-પદામ (શ્રી.ભા. ૧.૧૩.૪૭). આ પશુઓને જેમને કોઈ પણ પગ નથી, તે ચાર પગ વાળા પશુઓ માટે ભોજન છે. જેમ કે ગાય ઘાસ ખાય છે, બકરી ઘાસ ખાય છે. તો વનસ્પતિ ખાવું, તેમાં કોઈ પણ પુણ્ય નથી. ત્યારે બકરીઓ અને ગાયોમાં વધારે પુણ્ય છે, વધારે પુણ્ય છે, કારણકે તેઓ વનસ્પતિ સિવાય બીજું કઈ પણ અડતા નથી. તો અમે બકરી અને ગાય બનવાનો પ્રચાર નથી કરી રહ્યા. ના. અમે પ્રચાર કરી રહ્યા છે કે તમે કૃષ્ણના દાસ બનો. તો જે પણ કૃષ્ણ કહે છે, તે અમે ખાઈશું. જો કૃષ્ણ કહે છે કે "તમે મને માંસ આપો, તમે મને ઈંડા આપો," તો અમે કૃષ્ણને માંસ અને ઈંડા આપીને તે ખાઈશું. તો એમ નથી વિચારતા કે અમે શાકાહારી છીએ કે માંસાહારી છીએ. ના. તે અમારો સિદ્ધાંત નથી. કારણકે તમે વનસ્પતિ ગ્રહણ કરો કે માંસ લો, તમે હત્યા કરો છો. અને તમારે મારવું પડે છે કારણકે નહિતો તમે જીવી ના શકો. તે પ્રકૃતિની વિધિ છે.

મિસ્ટર ડિક્સોન: હા.

પ્રભુપાદ: તો અમે તે વિધિ માટે નથી.

મિસ્ટર ડિક્સોન: ઠીક છે, તમે કેમ નિયમ બાંધો છો..

પ્રભુપાદ: નિયમ આ રીતે, કોઈ માંસાહાર નહીં, કારણકે ગોરક્ષણની જરૂર છે. આપણને દૂધની જરૂર છે. અને દૂધ લેવાને બદલે, જો આપણે ગાયોને ખાઈએ, તો દૂધ ક્યાં છે?

મિસ્ટર ડિક્સોન: તો દૂધ ખૂબજ મહત્વનું છે.

પ્રભુપાદ: ખૂબ, ખૂબ, મહત્વપૂર્ણ.

મિસ્ટર ડિક્સોન: દુનિયામાં અન્ન ઉત્પાદન કરવાના વિષય માટે, દુનિયા ખૂબજ સરસ હશે પશુઓને ખાધા વગર.

પ્રભુપાદ: ના, દૂધની જરૂર છે. થોડા ચરબીવાળા વિટામિનયુક્ત ખોરાકની જરૂર હોય છે. તે જરૂરી દૂધ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તેથી વિશેષ કરીને...

મિસ્ટર ડિક્સોન: શું તમને ધાન્યથી બધી જરૂરીયાતો નથી મળી શકતી?

પ્રભુપાદ: ધાન્ય, ના. ધાન્ય, તે સ્ટાર્ચ છે. મેડિકલ વિજ્ઞાન પ્રમાણે, આપણને ચાર વિવિધ પ્રકારની જરૂરીયાતો છે: સ્ટાર્ચ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફેટ. તે પૂર્ણ આહાર છે. તો તમને આ બધી વસ્તુઓ ભાત, દાળ - કઠોળ અને ઘઉં ખાઈને મળી શકે છે. આ વસ્તુઓમાં... દાળ અને ઘઉંમાં પ્રોટીન છે. અને દૂધમાં પણ પ્રોટીન છે. તો પ્રોટીનની આપણને જરૂર છે. ચરબી આપણને દૂધમાંથી મળે છે. ચરબીની જરૂર છે. અને શાક, કાર્બોહાઇડ્રેટ; અને અન્ન, સ્ટાર્ચ. તો જો તમે સારું ભોજન પદાર્થ બનાવી શકો, આ બધી સામગ્રીઓ સાથે, તમને પૂર્ણ (આહાર) મળશે. અને કૃષ્ણને અર્પણ કરો, પછી તે શુદ્ધ છે. પછી તમે બધા પાપ કાર્યોથી મુક્ત થઇ જશો. નહિતો, જો તમે કોઈ વનસ્પતિને પણ મારો તો તમે પાપી છો કારણકે તેને જીવન છે. તમને કોઈ હક નથી બીજા જીવને મારવા માટે. પણ તમારે જીવ ઉપર જીવવું જ પડશે. તે તમારી પરિસ્થિતિ છે. તેથી તમારો ઉકેલ છે કે તમે પ્રસાદ લો. જો કોઈ પાપ છે વનસ્પતિ કે માંસ ખાવાથી, તે જે ખાય છે તેને જાય છે. અમે માત્ર (કૃષ્ણનું) વધેલું લઈએ છીએ. બસ.