GU/Prabhupada 0427 - આત્મા સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરથી અલગ છે



Lecture on BG 2.11 -- Edinburgh, July 16, 1972

વેદિક પદ્ધતિ પ્રમાણે, સમાજમાં માણસોના ચાર વર્ગો હોય છે. ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: (ભ.ગી. ૪.૧૩). માનવ સમાજનું ચાર વર્ગના માણસોમાં વિભાજન થવું જ જોઈએ. જેમ કે આપણા શરીરમાં, ચાર વિભિન્ન વિભાગો છે: મગજ વિભાગ, હાથ વિભાગ, પેટ વિભાગ, અને પગ વિભાગ. તમને આ બધાની જરૂર છે. તો શરીરનું પાલન કરવું છે, તો તમારે યોગ્ય રીતે તમારૂ માથું, તમારા હાથ, તમારું પેટ અને તમારા પગનું પાલન કરવું પડે. સહકાર. તમે ઘણી વાર સાંભળ્યુ હશે ભારતમાં જાતિ પ્રથા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. તે કૃત્રિમ નથી. તે સ્વાભાવિક છે. કોઈ પણ સમાજમાં તમે જાઓ, ફક્ત ભારતમાં જ નહીં, બીજા દેશમાં પણ, આ ચાર વર્ગના માણસો હોય છે. બુદ્ધિશાળી માણસોનો વર્ગ, શાસક માણસોનો વર્ગ, ઉત્પાદનકારી માણસોનો વર્ગ, અને મજૂર (કામદાર) માણસોનો વર્ગ. તમે બીજા નામથી કહો છો, પણ આવું વિભાજન હોવું જ જોઈએ. જેમ મે તમને કહ્યું, મારા પોતાના શરીરમાં ચાર વિભાજનો છે - મગજ વિભાગ, હાથ વિભાગ, પેટ વિભાગ, અને પગ વિભાગ. તો બધા જ રાજાઓ, તેઓ હાથ વિભાગના છે લોકોની રક્ષા માટે. તો પહેલા, ક્ષત્રિયો... ક્ષત્રિય મતલબ જે જનતાને બીજા શત્રુઓથી થતી ક્ષતિઓથી રક્ષણ આપે છે. તેને ક્ષત્રિય કહેવાય છે.

તો આપણો મુદ્દો છે કે કૃષ્ણ અર્જુનને માહિતી આપે છે કે "શા માટે તું તારા કર્તવ્યમાથી ચલિત થઈ રહ્યો છે? શું તને લાગે છે કે બીજી બાજુએ રહેલા તારા ભાઈ કે કાકા કે દાદા, તે યુદ્ધ પછી મરી જશે? ના. તે હકીકત નથી." મુદ્દો છે કે કૃષ્ણ અર્જુનને શીખવવા ઈચ્છે કે આ શરીર વ્યક્તિ કરતાં અલગ છે. જેમ કે આપણે બધા, આપણે શર્ટ અને કોટથી અલગ છીએ. તેવી જ રીતે, આપણે જીવો, આત્મા, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરથી અલગ છીએ. આ ભગવદ ગીતાનું તત્વજ્ઞાન છે. લોકો તે સમજતા નથી. સામાન્ય રીતે, લોકો ગેરસમજ કરે છે કે તે આ શરીર છે. તેની શાસ્ત્રમાં નિંદા કરવામાં આવી છે.

યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે
સ્વ-ધિ: કલત્રાદીશુ ભૌમ ઈજય ધિ:
યત તીર્થ બુદ્ધિ: સલીલે ન કરહિચીદ
જનેશુ અભિજ્ઞેશુ સ એવ ગોખર:
(શ્રી.ભા. ૧૦.૮૪.૧૩)

ગો મતલબ ગાય, અને ખર મતલબ ગધેડો. જે વ્યક્તિ પણ જીવનના શારીરિક ખ્યાલ પર જીવે છે, યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે... જીવનનો શારીરિક ખ્યાલ મતલબ પ્રાણીઓ... કૂતરો જાણતો નથી કે તે આ શરીર નથી, તે શુદ્ધ આત્મા છે. પણ એક માણસ, જો તે શિક્ષિત છે, તે સમજી શકે છે કે તે આ શરીર નથી, તે શરીરથી અલગ છે. કેવી રીતે તે સમજી શકે કે આપણે આ શરીરથી અલગ છીએ? તે પણ બહુ જ સરળ પદ્ધતિ છે. અહી, તમે ભગવદ ગીતામાં જોશો, તે કહ્યું છે,

દેહીનો અસ્મિન યથા દેહે
કૌમારમ યૌવનમ જરા
તથા દેહાંતર પ્રાપ્તિર
ધીરસ તત્ર ન મુહ્યતી
(ભ.ગી. ૨.૧૩)

દેહીન:... અસ્મિન દેહે, આ શરીરમાં, જેમ આત્મા હોય છે, દેહિ... દેહિ મતલબ આ શરીરનો માલિક. હું આ શરીર નથી. જો તમે મને પૂછો, "શું..." જેમ કે ક્યારેક આપણે બાળકને પૂછીએ છીએ, "આ શું છે?" તે કહેશે, "તે મારૂ માથું છે." તેવી જ રીતે, જો તમે મને પણ પૂછો, "આ શું છે?" કોઈપણ વ્યક્તિ કહેશે, "તે મારૂ માથું છું." કોઈ પણ વ્યક્તિ કહેશે નહીં, "હું માથું છું." તો જો તમે ઝીણવટપૂર્વક શરીરના બધા ભાગોનું વિશ્લેષણ કરશો, તમે કહેશો, "તે મારૂ શરીર છે, મારા હાથ, મારી આંગળી, મારો પગ," પણ "હું" ક્યાં છું? "મારૂ" બોલવામાં આવે છે ક્યારે "હું" હોય છે. પણ આપણને "હું" ની કોઈ માહિતી જ નથી. આપણને ફક્ત "મારા" ની માહિતી છે. તેને અજ્ઞાનતા કહેવાય છે. તો આખી દુનિયા આ શરીરને સ્વયમ ગણવાની ભૂલ પર ચાલી રહી છે. બીજું ઉદાહરણ હું તમને આપી શકું. જેમ કે તમારા કોઈ સંબંધી, ધારોકે મારા પિતા, તે મરી ગયા છે. હવે હું રડી રહ્યો છું, "ઓહ, મારા પિતા જતાં રહ્યા. મારા પિતા જતાં રહ્યા." પણ જો કોઈ વ્યક્તિ કહે, "તમે કેમ કહો છો કે તમારા પિતા જતાં રહ્યા? તે અહી જ પડેલા છે. તમે કેમ રડી રહ્યા છો?" "ના, ના, ના, તે તેમનું શરીર છે. તે તેમનું શરીર છે. મારા પિતા જતાં રહ્યા છે." તેથી આપણી વર્તમાન ગણતરી છે કે હું તમારા શરીરને જોઉ છું, તમે મારા શરીરને જુઓ છો, કોઈ પણ વ્યક્તિ વાસ્તવિક વ્યક્તિને જોતું નથી. મૃત્યુ પછી, તે ભાનમાં આવે છે: "ઓહ, તે મારા પિતા નથી; તે મારા પિતાનું શરીર છે." તમે જોયું? તો આપણે મૃત્યુ પછી બુદ્ધિશાળી બનીએ છીએ. અને જ્યારે આપણે જીવીએ છીએ, આપણે અજ્ઞાનતામાં છીએ. આ છે આધુનિક સમાજ. જીવતા... જેમ કે લોકોને થોડા ધન મેળવવા માટે વીમો હોય છે. તો તે ધન મૃત્યુ પછી મળે છે, જીવન દરમ્યાન નહીં. ક્યારેક જીવન દરમ્યાન પણ. તો મારો મુદ્દો છે કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ, આપણે અજ્ઞાનતામાં છીએ. આપણે જાણતા નથી કે "મારા પિતા શું છે, મારો ભાઈ શું છે, હું શું છું." પણ દરેક વ્યક્તિ તે ધારણામાં છે, "આ શરીર મારા પિતા છે, આ શરીર મારૂ બાળક છે, આ શરીર મારી પત્ની છે." આને અજ્ઞાનતા કહેવાય છે. જો તમે આખી દુનિયાનો અભ્યાસ કરો, જીવનકાળ દરમ્યાન દરેક વ્યક્તિ તેવું કહેશે "હું અંગ્રેજ છું," "હું ભારતીય છું," "હું હિન્દુ છું," "હું મુસ્લિમ છું." પણ જો તમે તેને પૂછો, "વાસ્તવમાં તમે તે છો?" કારણકે આ શરીર હિન્દુ, મુસ્લિમ, અથવા ખ્રિસ્તી છે, કારણકે અકસ્માતથી આ શરીર ઉત્પન્ન થયું છે, એક હિન્દુ સમાજમાં, મુસ્લિમ સમાજમાં, અથવા શરીર એક ચોક્કસ દેશમાં જન્મેલું છે, તેથી આપણે કહીએ છીએ, "હું ભારતીય છું," "હું યુરોપીયન છું," " હું આ છું," "હું તે છું." પણ જ્યારે શરીર મૃત છે, તે સમયે આપણે કહીએ છીએ, "ના, ના, જે વ્યક્તિ શરીરમાં છે, તે જતો રહ્યો છે. તે અલગ વસ્તુ છે."