GU/Prabhupada 0514 - અહી, સુખ મતલબ થોડીક દુખની અનુપસ્થિતિ
Lecture on BG 2.25 -- London, August 28, 1973
તો આપણું વાસ્તવિક કાર્ય છે બ્રહ્મભૂત: થવું. તો કોણ બની શકે? તે પહેલેથી જ સમજાવેલું છે. કૃષ્ણે પહેલાથી જ સમજાવેલું છે, તે શ્લોક કયો છે? યમ હી ન વ્યથયંતિ એતે (ભ.ગી. ૨.૧૫). વ્યથયંતિ, દુખ નથી આપતો. ભૌતિક, ભૌતિક બોજો, તે હમેશા કષ્ટદાયી હોય છે. આ શરીર પણ. તે પણ બીજો બોજો છે. આપણે તેને ઉઠાવવો પડે છે. તો જ્યારે વ્યક્તિ આ શારીરિક સુખ અને દુખથી વિચલિત નથી થતો... કોઈ આનંદ છે જ નહીં, ફક્ત કષ્ટ. અહિયાં સુખ મતલબ અમુક માત્રામાં દુખની ગેરહાજરી. જેમ કે તમને અહિયાં એક ગૂમડું થયું છે. તેને શું કહેવાય છે? ગૂમડું? ફોરાં? તો તે હમેશા કષ્ટદાયી હોય છે. અને કોઈક તબીબી સારવારથી, જો તે કષ્ટમાં થોડી રાહત મળે છે, તમે વિચારો છો કે "હવે તે સુખ છે." પણ ગૂમડું તો છે. તમે સુખી કેવી રીતે હોઈ શકો? તો અહિયાં, વાસ્તવિક રીતે કોઈ સુખ છે જ નહીં, પણ આપણે વિચારીએ છીએ કે આપણે ઘણા ઉપચારો શોધી કાઢ્યા છે. જેમ કે એક રોગ છે. આપણે એક દવા શોધી કાઢી છે. આપણે તબીબી કોલેજ શોધી કાઢી છે. મોટા મોટા ડોક્ટર બનાવવા, એમ.ડી., એફ.આર.સી.એસ. પણ તેનો અર્થ એવો નથી કે તમે જીવિત રહેશો. ના, તમારે મરવું તો પડશે જ, શ્રીમાન. તો ગૂમડું છે. અમુક કામચલાઉ દવાના લેપથી, કદાચ... તેથી આ ભૌતિક જગતમાં કોઈ સુખ છે જ નહીં. તેથી કૃષ્ણ કહે છે કે, "તમે સુખ શા માટે અનુભવો છો? તમારે આખરે મરવું તો પડશે જ, જે તમારું કાર્ય નથી. તમે શાશ્વત છો, પણ છતાં તમારે મૃત્યુ સ્વીકારવી પડશે." જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુખ દોશાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). આ તમારી વાસ્તવિક સમસ્યા છે.
પણ આ ધૂર્તો જાણતા નથી. તેઓ વિચારે છે કે મૃત્યુ સ્વાભાવિક છે - મૃત્યુ પછી બધુ જ સમાપ્ત થઈ જાય છે. તો જ્યાં સુધી હું મૃત નથી, મને મજા કરવા દો. ઋણામ કૃત્વા ઘ્રતમ પિબેત. આનંદ મતલબ... અમારી ભારતીય પદ્ધતિ અનુસાર, તેમનો આનંદ પાશ્ચાત્ય દેશોની જેમ માંસાહાર નથી. તેમનો આનંદ ઘી ખાવું, વધારે જાડા થવું તે છે. તે તેમનો આનંદ છે. તો ચાર્વાક મુનિએ ભલામણ કરેલી છે, "હવે ઘી ખાઓ અને જીવન માણો." કચોરી, સમોસા, બધી ઘીની બનાવટો. તો "મારી પાસે કોઈ ધન નથી, શ્રીમાન. મને ઘી ક્યાથી મળશે?" ઋણામ કૃત્વા. "ભીખ માંગો, ઉધાર લો, ચોરી કરો, ઘી મેળવો." એક યા બીજી રીતે, કાળા બજાર, સફેદ બજાર, કોઈ પણ રીતે. ધન લાવો અને ઘી લાવો, બસ તેટલું જ. ઋણામ કૃત્વા ઘ્રતમ પિબેત. "જેટલું શક્ય હોય તેટલું ઘી ખાઓ." ઋણામ કૃત્વા ઘ્રતમ પિબેત યાવાદ જીવેત સુખમ. જીવેત. સુખમ જીવેત. "જ્યાં સુધી તમે જીવો, આનંદ પૂર્વક, ખૂબ સરસ રીતે જીવો." તે બધા યુરોપીયન તત્વજ્ઞાનીઓનો સિદ્ધાંત છે. જીવનની મજા લો. પણ તત્વજ્ઞાની આખરે લકવાગ્રસ્ત થઈ જાય છે. તેનો આનંદ સમાપ્ત થઈ જાય છે. તે તત્વજ્ઞાની કોણ છે જે લક્વાગ્રસ્ત બની ગયો હતો? તો તેઓ બધા આ સિદ્ધાંતો બનાવે છે. ફક્ત યુરોપીયન તત્વજ્ઞાનીઓ જ નહીં, બીજા તત્વજ્ઞાની ભારતમાં, ડો. રાધાકૃષ્ણન, તેમને હવે મગજનો લકવો થઈ ગયો છે.
તો તેઓ સમજતા નથી કે એક નિયંત્રક છે. આપણે સિદ્ધાંત આપી શકીએ છીએ અને આપણા આનંદમય જીવનની ઘણી બધી રીતો. પણ તમે સુખી ના બની શકો, શ્રીમાન, જ્યાં સુધી તમારે આ ભૌતિક શરીર છે. તે હકીકત છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુખ દોશાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). તેથી બુદ્ધિશાળી વ્યક્તિઓ, તેમણે... કૃષ્ણ દરેકને બુદ્ધિશાળી બનાવે છે: "તું ધૂર્ત, તું જીવનના શારીરિક ખ્યાલ પર છે. તારા સમાજનું કોઈ મૂલ્ય નથી. તે ધૂર્ત સમાજ છે."