GU/Prabhupada 0540 - એક વ્યક્તિ સૌથી ઉન્નત વ્યક્તિ તરીકે પૂજાઈ રહ્યો છે તે થોડું ક્રાંતિકારી છે



Sri Vyasa-puja -- Hyderabad, August 19, 1976

શ્રીપાદ સંપટ ભટ્ટાચાર્ય, દેવીઓ અને સજજનો: હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે કૃપા કરીને આ વ્યાસપૂજા સમારોહમાં આવ્યા. વ્યાસપૂજા.... આ આસન જ્યાં તેમણે મને બેસાડયો છે, તેને વ્યાસાસન કહેવાય છે. ગુરુ વ્યાસદેવનો પ્રતિનિધિ છે. તમે દરેકે વ્યાસદેવનું નામ સાંભળ્યુ હશે, વેદ વ્યાસ. તો જે કોઈ પણ મહાન આચાર્ય, વ્યાસદેવ, નું પ્રતિનિધિત્વ કરે છે, તેને વ્યાસાસન પર બેસવાની અનુમતિ છે. તો વ્યાસપૂજા.... ગુરુ વ્યાસદેવનો પ્રતિનિધિ છે, તેથી તેમનો જન્મદિવસ વ્યાસપૂજા તરીકે સ્વીકારવામાં આવે છે.

હવે મારે મારુ પદ સમજાવવું જ જોઈએ કારણકે આ દિવસોમાં, એક વ્યક્તિ એક ખૂબ જ ઉન્નત વ્યક્તિ તરીકે પૂજાઈ રહ્યો છે તે થોડું ક્રાંતિકારી છે. કારણકે તેમને લોકશાહી ગમે છે, મત દ્વારા કોઈને ઉપર લઈ જવો ભલે ગમે તેટલો તે ધૂર્ત કેમ ન હોય. પણ અમારી પદ્ધતિ, ગુરુ પરંપરા પદ્ધતિ, અલગ છે. અમારી પદ્ધતિ, જો તમે વેદિક જ્ઞાનને સ્વીકારો નહીં ગુરુ પરંપરા પદ્ધતિ દ્વારા, તે વ્યર્થ છે. તમે વેદિક ભાષાના અર્થઘટનનું નિર્માણ ના કરી શકો. જેમ કે ગાયનું છાણ. ગાયનું છાણ એક પ્રાણીનું મળ છે. વેદિક વિધાન છે કે જેવુ તમે કોઈ પણ પ્રાણીના મળને સ્પર્શ કરો, તમારે તરત જ સ્નાન કરવું જોઈએ અને પોતાને શુદ્ધ કરવું જોઈએ. પણ વેદિક વિધાન તે પણ છે, કે ગાયનું છાણ ગમે તે જગ્યાને શુદ્ધ કરી શકે છે. ખાસ કરીને અમે હિન્દુઓ, તે સ્વીકારીએ છીએ. હવે કારણથી, તે વિરોધાભાસી છે. પ્રાણીનું મળ અશુદ્ધ છે, અને વેદિક વિધાન છે કે ગાયનું છાણ શુદ્ધ છે. વાસ્તવિક રીતે આપણે સ્વીકારીએ છીએ કે ગાયનું છાણ કોઈ પણ જગ્યાને શુદ્ધ કરવા માટે પર્યાપ્ત છે. પંચગવ્યમાથી ગાયનું છાણ એક છે, ગાયનું મૂત્ર છે.

તો તે વિરોધાભાસી લાગે છે, વેદિક વિધાન. પણ છતાં આપણે સ્વીકારીએ છીએ તે વેદિક આજ્ઞા. તે છે... તે વેદોની સ્વીકૃતિ છે. જેમ કે ભગવદ ગીતા. ભગવદ ગીતા, ઘણા બધા ધૂર્તો છે, તેઓ ટૂંકાવી નાખે છે: "મને આ ગમે છે; મને આ નથી ગમતું." ના. અર્જુને કહ્યું સર્વમ એતદ ઋતમ મન્યે (ભ.ગી. ૧૦.૧૪). તે વેદોની સમજ છે. જો એક ધૂર્ત ટૂંકાણ કરે, કાપી નાખે, "મને આ નથી ગમતું, હું અર્થઘટન કરું છું" આ ભગવદ ગીતા નથી. ભગવદ ગીતા મતલબ તમારે તેને સ્વીકારવું જ પડે. તે ભગવદ ગીતા છે. અમે ભગવદ ગીતાને તેના મૂળ રૂપે પ્રસ્તુત કરીએ છીએ. કૃષ્ણ કહે છે, ભગવદ ગીતાના વક્તા, તેઓ કહે છે: સ કાલેનહ યોગો નષ્ટ: પરંતપ (ભ.ગી. ૪.૨). "મારા પ્રિય અર્જુન, આ ભગવદ ગીતાનું વિજ્ઞાન છે," ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ (ભ.ગી. ૪.૧), "મે સૌ પ્રથમ સૂર્યદેવને કહ્યું, અને તેમણે તેમના પુત્રને કહ્યું," વિવસ્વાન મનવે પ્રાહ. વૈવસ્વત મનુને. મનુર ઇક્ષ્વાકવે અબ્રવિત. એવમ પરંપરા પ્રાપ્તમ ઈમમ રાજર્ષયો વિદુ: (ભ.ગી. ૪.૨). આ વિધિ છે. સ કાલેનહ યોગો નષ્ટ: પરંતપ. જે કોઈ આ પરંપરા પદ્ધતિથી નથી આવતું, જો તે વેદિક સાહિત્યનું કોઈ પણ અર્થઘટન પ્રસ્તુત કરે છે, તે વ્યર્થ છે. તે વ્યર્થ છે. તેનો કોઈ અર્થ નથી. યોગો નષ્ટ: પરંતપ. તો તે ચાલી રહ્યું છે. તેનો કોઈ અર્થ નથી.