GU/Prabhupada 0554 - પેસિફિક મહાસાગરની વચ્ચોવચ આ 'માયિકા જગત' છે



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968

તમાલ કૃષ્ણ: ૬૭: "જેમ એક પાણીની અંદરની હોડી એક મજબૂત પવનથી ખેંચાઇ જાય છે, તેવી જ રીતે, ફક્ત એક જ ઇન્દ્રિય કે જેમાં મન સ્થિર થાય, તે માણસની બુદ્ધિને દૂર ભગાડી શકે છે."

પ્રભુપાદ: હા. જો તમે... ધારોકે તમે પેસિફિક મહાસાગરમાં તમે એક હોડીમાં છો અથવા એક બહુ સારી બેઠક પર, પણ જો તમારે કોઈ નિયંત્રણ ક્ષમતા નથી, પેસિફિક મહાસાગરનું એક મોજું તરત જ તમને સમુદ્રના તળીયે પહોંચાડી શકે છે. તો આની જરૂર છે. આપણે આ 'માયિકા જગત' ના પેસિફિક મહાસાગરની મધ્યમાં છીએ. સંસાર સમુદ્ર. તેને સમુદ્ર કહેવાય છે. તો કોઈ પણ ક્ષણે આપણી હોડી પલટી ખાઈ શકે છે જો આપણી પાસે નિયંત્રણ શક્તિ નહીં હોય તો. હા.

તમાલ કૃષ્ણ: ૬૮: "તેથી, ઓ મહાબાહુ, જે વ્યક્તિની ઇન્દ્રિયો તેના વિષયો પરથી અંકુશમાં છે તે ચોક્કસપણે સ્થિર બુદ્ધિવાળો છે."

પ્રભુપાદ: હા. હવે, આમાથી એક ઇન્દ્રિય અંકુશમાં છે... આ મનુષ્ય જીવન ઇન્દ્રિય સંયમ માટે છે. તપ: આને કહેવાય છે તપસ્યા. ધારો કે મને કોઈ પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિની ટેવ છે. હવે, હું કૃષ્ણ ભાવનામૃત સ્વીકારું. મારા ગુરુ અથવા શાસ્ત્ર કહે છે, "આ કરીશ નહીં." તો શરૂઆતમાં, મને થોડી અસુવિધા થાય, પણ જો તમે તેને સહન કરો, તે તપસ્યા છે. તે તપસ્યા છે. તપસ્યા મતલબ હું થોડી અસુવિધા અનુભવું છું, શારીરિક રીતે, પણ હું સહન કરું છું. તેને તપસ્યા કહેવાય છે. અને આ મનુષ્ય જીવન તે તપસ્યા માટે છે. એવું નહીં કે મારી ઇન્દ્રિયો આ સંતુષ્ટિ માટે માંગ કરી રહી છે, હું તરત જ પૂરી કરું. ના. હું મારી જાતને એવી રીતે અભ્યસ્ત કરીશ કે મારી ઇન્દ્રિયો માંગ કરી શકે છે, "મારા પ્રિય શ્રીમાન, મને આ સુવિધા આપો," હું કહીશ, "ના. તને ના મળી શકે." આને ગોસ્વામી અથવા સ્વામી કહેવાય છે. વર્તમાન સમયમાં, દરેક વ્યક્તિ, આપણે, આપણે આપણી સ્વામી ઇન્દ્રિયોને બનાવી દીધી છે, અને જ્યારે તમે વાસ્તવમાં ઇન્દ્રિયોના સ્વામી બનો છો, ત્યારે તમે સ્વામી અથવા ગોસ્વામી છો. તે સ્વામી અને ગોસ્વામીનું મહત્વ છે. તે ફક્ત વેશ નથી. જેને નિયંત્રણ શક્તિ છે, જે ઇન્દ્રિયો દ્વારા નિર્દિષ્ટ નથી થતો, જે ઇન્દ્રિયોનો સેવક નથી. મારી જીભ કહે છે, "મને તે હોટેલમાં લઈ જાઓ અને ટુકડો ખાવા દો." તે ટુકડો શું છે? સ્ટિક?

ભક્ત: સ્ટિક.

પ્રભુપાદ: સ્ટિક? તેનો સ્પેલિંગ શું છે?

ભક્ત: એસ-ટી-ઈ-એ-કે.

પ્રભુપાદ: તો જે હોય તે... અથવા તે તળેલું ચિકન. હા. તો જીભ મને નિર્દેશ આપે છે. પણ જો તમે તમારી જીભને નિયંત્રિત કરી શકો, "ના. હું તને મીઠાઇના લાડુ આપીશ. ત્યાં ના જઈશ." (હાસ્ય) તો તમે ઇન્દ્રિયોના સ્વામી બની જશો. તમે જોયું? બીજા પ્રયત્ન કરી રહ્યા છે કે "ત્યાં ના જાઓ," માત્ર. તે અશક્ય છે. જીભને કશું સ્વાદિષ્ટ તો ખાવું જ પડે. નહીં તો તે અશક્ય છે. તે કૃત્રિમ છે. જો જીભ, તમે તેને આ તળેલા ચિકન કે સ્ટિક કે આ કે તેના સિવાય વધુ સારું આપશો, તે રોકાઈ જશે. તે નીતિ છે. આપણી નીતિ તે છે. આપણે તે આપી શકીએ છે, તે શું કહેવાય છે, કેસીનમાં તળેલો ભાત. કેટલો સરસ હોય છે તે. તમે માંસાહાર ભૂલી જશો. તો આ નીતિ છે, કૃષ્ણ ભાવનામૃત. બધી ઇન્દ્રિયોને કઈક આપવું જોઈએ. કૃત્રિમ રીતે બંધ કરવું નહીં. તે શક્ય નથી. તે શક્ય નથી. બીજા, તેઓ ફક્ત કૃત્રિમ રીતે ઇન્દ્રિયોનું કાર્ય રોકવાનો પ્રયત્ન કરે છે. ના. તે શક્ય નથી.