GU/Prabhupada 0575 - તે લોકોને અંધકાર અને અજ્ઞાનતામાં રાખવામા આવે છે



Lecture on BG 2.19 -- London, August 25, 1973

તો ન જાયતે ન મ્રિયતે વા કદાચિત (ભ.ગી. ૨.૨૦) કદાચિત મતલબ ક્યારેય પણ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય, કદાચિત. ભૂતકાળમાં, તે પહેલેથી જ સમજાવેલું છે, ભૂતકાળમાં આપણે અસ્તિત્વમાં હતા, કદાચ એક અલગ શરીરમાં. વર્તમાનમાં, આપણે અસ્તિત્વમાં છીએ, અને ભવિષ્યમાં પણ, આપણે અસ્તિત્વમાં રહીશું, કદાચ એક અલગ શરીરમાં. કદાચ નહીં. ખરેખર. તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩), કારણકે આ શરીર છોડયા પછી, આપણે બીજું શરીર સ્વીકારવું પડશે. તો આ ચાલી રહ્યું છે. અને અજ્ઞાન, આત્માના જ્ઞાન વગર, આપણને અજ્ઞાનમાં રાખવામા આવી રહ્યા છે. તો કહેવાતી શિક્ષણ પદ્ધતિ, આખી દુનિયામાં, કોઈ આવું શિક્ષણ નથી. તે લોકોને અંધકાર અને અજ્ઞાનતામાં રાખવામા આવે છે અને છતાં, કેટલું બધુ ધન ખર્ચ કરવામાં આવે છે, ખાસ કરીને પાશ્ચાત્ય દેશોમાં. તેમની પાસે ધન છે, મોટી, મોટી શાળાઓ, પણ ઉપજ શું છે? બધા મૂર્ખાઓ અને ધૂર્તો. બસ. કારણકે તેઓ જાણતા નથી. તેમને આત્મા વિશે કોઈ ખ્યાલ નથી. અને આ જ્ઞાન વગર.... જ્ઞાન મતલબ આત્મ-સાક્ષાત્કાર, કે "હું આ શરીર નથી, હું આત્મા છું." આ જ્ઞાન છે. અને કેવી રીતે ખાવું, ઊંઘવું, સંરક્ષણ કરવું, અને મૈથુન જીવનનો આનંદ લેવો તેનું જ્ઞાન, અને આ વિષય વસ્તુ ઉપર ઘણી ઘણી પુસ્તકો છે, આ જ્ઞાન નથી. તે તો બિલાડીઓ અને કુતરાઓને પણ જ્ઞાત છે. કુતરાઓ અને બિલાડીઓ ક્યારેય ફ્રોઈડનો સિદ્ધાંત નથી વાંચતાં, પણ તેમને ખબર છે મૈથુન જીવનનો આનંદ કેવી રીતે મેળવવો.

તો આ કુતરાનો સિદ્ધાંત તમને મદદ નહીં કરે, કે "મને આ શરીર છે, અને કેવી રીતે શારીરિક મૈથુન જીવનનો આનંદ મેળવવો." આ કુતરાનો સિદ્ધાંત છે. એક કુતરાને આ બધુ ખબર હોય છે. તમારો સિદ્ધાંત હોવો જોઈએ કેવી રીતે મૈથુન જીવનથી મુક્ત થવું. તે જ્ઞાન છે. તપો દિવ્યમ (શ્રી.ભા. ૫.૫.૧). તપસ્યા. આ મનુષ્ય જીવન તપસ્યા માટે છે, ઇન્દ્રિય તૃપ્તિથી નિવૃત્તિ. તે જ્ઞાન છે. એવું નહીં કે કેવી રીતે મૈથુન જીવન અથવા ઇન્દ્રિય તૃપ્તિનો આનંદ મેળવવો. આ તો બિલાડીઓ અને કુતરાઓને પણ કોઈ શિક્ષા, કોઈ સિદ્ધાંત વગર જ્ઞાત છે. તત્વજ્ઞાન, પ્રવૃત્તિર એષા ભૂતાનામ નિવૃત્તિસ તુ મહાફલા. પ્રવૃત્તિ, દરેક જીવને આ પ્રવૃત્તિ હોય છે, મતલબ વૃત્તિ. તે શું છે? ઇન્દ્રિય ભોગ. લોકે વ્યવાયામીષ મદ્ય સેવા નિત્યા હી જંતોર (શ્રી.ભા. ૧૧.૫.૧૧). જંતુ: મતલબ જીવ. નિત્ય, હમેશા, તેને વૃત્તિ હોય છે, વ્યવાયામીષ મદ્ય સેવા. વ્યવાય. વ્યવાય મતલબ મૈથુન જીવન અને આમીષ મતલબ માંસાહાર. વ્યવાય આમીષ, મદ્ય સેવા, અને નશો. આ બધા જીવોની સ્વાભાવિક વૃત્તિઓ છે, કીડીઓમાં પણ આ વૃત્તિઓ હોય છે. જેમણે અભ્યાસ કર્યો છે... કીડીઓ નશો કરવાની બહુ શોખીન હોય છે. તેથી, તેઓ મીઠાઈ શોધે છે, ખાંડ. મીઠાઈ નશો છે. કદાચ તમે જાણો છો, બધા. દારૂ ખાંડમાથી બનાવવામાં આવે છે. ખાંડનો એસિડ, સલ્ફ્યુરિક એસિડ, સાથે આથો લાવવામાં આવે છે, અને પછી તેને નિસ્યંદિત કરવામાં આવે છે. તે દારૂ છે. તેથી બહુ મીઠાઈ ખાવનો પ્રતિબંધ છે.