GU/Prabhupada 0587 - આપણે દરેક આધ્યાત્મિક રીતે ભૂખ્યા છીએ



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972

તો જો હું વિચારું કે, હું આ કોટ છું, તે મારુ અજ્ઞાન છે. અને તે ચાલી રહ્યું છે. કહેવાતી માનવતાની સેવા મતલબ કોટને ધોવો. જેમ કે જો તમે ભૂખ્યા છો અને હું તમારો કોટ બહુ જ સરસ રીતે ધોવું, શું તમે સંતુષ્ટ થશો? ના. તે શક્ય નથી. તો આપણે દરેક આધ્યાત્મિક રીતે ભૂખ્યા છીએ. આ લોકો કોટ અને શર્ટને ધોઈને શું કરશે? કોઈ શાંતિ હોઈ ના શકે. કહેવાતી માનવતાની સેવા મતલબ તેઓ ફક્ત આ વાસાંસી જીર્ણાનીને ધોઈ રહ્યા છે. બસ તેટલું જ. અને મૃત્યુ મતલબ, તે બહુ જ સરસ રીતે સમજાવેલું છે, કે જ્યારે વસ્ત્ર, તમારું વસ્ત્ર, મારૂ વસ્ત્ર, ખૂબ જ જૂનું થઈ જાય છે, આપણે તેને બદલીએ છીએ. તેવી જ રીતે, જન્મ અને મૃત્યુ મતલબ વસ્ત્રનું બદલવું. તે બહુ જ સ્પષ્ટ રીતે સમજાવેલું છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨). જીર્ણાની, જૂનું વસ્ત્ર, આપણે ફેંકી દઈએ છીએ, અને બીજું નવું વસ્ત્ર લઈએ છીએ. તેવી જ રીતે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી. એક નવું, તાજું વસ્ત્ર. તેવી જ રીતે, હું એક વૃદ્ધ માણસ છું.

તો જો હું મુક્ત નહીં થાઉં, જો, જો મારે આ ભૌતિક જગતમાં અમલમાં મૂકવા માટે ઘણી બધી યોજનાઓ હશે, તો મારે બીજું શરીર સ્વીકારવું પડશે. પણ જો તમને કોઈ બીજી યોજના નથી, નિષ્કિંચન... તેને નિષ્કિંચન કહેવાય છે. નિષ્કિંચનસ્ય ભગવદ ભજનોનમુખસ્ય. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, નિષ્કિંચન. વ્યક્તિએ પૂર્ણ રીતે મુક્ત થવું પડે, આ ભૌતિક જગત વિષે પૂર્ણ પણે મુક્ત. વ્યક્તિએ કંટાળી જવું જોઈએ. પછી વ્યક્તિની આધ્યાત્મિક જગતમાં જવાની શક્યતા છે.