GU/Prabhupada 0959 - ભગવાનને પણ આ વિવેક છે. ખરાબ તત્વો છે
750624 - Conversation - Los Angeles
પ્રભુપાદ: તે શુકદેવ ગોસ્વામી કહે છે, કે "મે આ કલિયુગના ઘણા બધા દોષો વર્ણવ્યા છે, પણ એક બહુજ ઉચ્ચ લાભ છે." તે શું છે? "કે ફક્ત હરે કૃષ્ણ જપથી વ્યક્તિ બધા ભૌતિક બંધનોમાથી મુક્ત થઈ જાય છે." આ યુગનો આ વિશેષ લાભ છે.
ડૉ. વોલ્ફ: શું આ આપણા સમયનો સાચો યોગ કહી શકાય છે.
પ્રભુપાદ: હમ્મ. હા. તે ભક્તિયોગ છે. ભક્તિયોગની શરૂઆત જપથી થાય છે. શ્રવણમ કિર્તનમ વિષ્નો: (શ્રી.ભા. ૭.૫.૨૩). અને જેવું તમે વધારે જપ કરો અને સાંભળો, તમે શુદ્ધ થાઓ છો. તો મને લાગે છે કે તમારા દેશના નેતાઓ, તમારે આ આંદોલનને બહુ ગંભીરતાથી લેવું જોઈએ અને તેને સ્વીકાર કરો. તે મુશ્કેલ નથી. જપ કરવું. તમે શાળામાં જપ કરી શકો છો, તમે કોલેજમાં જપ કરી શકો છો; તમે કારખાનામાં જપ કરી શકો છો; તમે શેરી પર જપ કરી શકો છો. કોઈ વિશેષ યોગ્યતાની જરૂર નથી. પણ જો આપણે આ જપને અપનાવીએ છીએ, તો લાભ મહાન છે. કોઈ નુકસાન નથી, પણ લાભ મહાન છે.
ડૉ. વોલ્ફ: શ્રીલ પ્રભુપાદ, તમે જાણો છો કે તેઓ જપની સામે સમ્મોહિત થવાનો તર્ક કરે છે. મનોવૈજ્ઞાનિકો તે કરે છે.
પ્રભુપાદ: તે સારું છે. તે સારું છે. જો તમે સમ્મોહિત કરી શકો, તે... હવે ડૉ. જુડાએ સ્વીકાર્યું કે તમે નશા કરવાવાળા હિપ્પીઓને સમ્મોહિત કરી શક્યા અને તેમને કૃષ્ણની સમજમાં જોડી શક્યા તે મહાન ઉપલબ્ધિ છે. (હાસ્ય) હા.
ડૉ. વોલ્ફ: તે સમ્મોહન નથી, બેશક. પ્રભુપાદ: તે જે હોય તે. ડૉ. જુડા તે સ્વીકારી ચુક્યા છે. તો જો સમ્મોહન સારા માટે હોય, તેનો સ્વીકાર કેમ ના કરવો? જો તે ખરાબ માટે હોય, તો તે બીજી વસ્તુ છે. જો તે સારું કરી રહ્યું છે, તો સ્વીકાર કેમ ના કરવો? હમ્મ? તમે શું વિચારો છો, પ્રોફેસર?
ડૉ. ઓર: મને ખબર નથી હું શું પ્રતિક્રિયા આપું. મને લાગે છે કે હું તમારી સાથે સહમત છું. (હાસ્ય)
પ્રભુપાદ: જો તે સારું છે... દરેક સારી વસ્તુનો સ્વીકાર થવો જોઈએ.
ડૉ. ઓર: એક સમસ્યા... તમે જુઓ છો, હું વિચાર્યા કરું છું કેવી રીતે તમે ખૂબ આશ્વસ્ત છો કે સારું શું છે, ખાસ કરીને વાત જ્યારે યુદ્ધની હોય. હું થોડો વધારે ચિંતિત થાઉં છું, મને લાગે છે, કે...
પ્રભુપાદ: યુદ્ધ મતલબ?
ડૉ. ઓર: ઠીક છે, તમે જ્યારે કહો છો કે કોઈક વાર યુદ્ધ જરૂરી હોય છે. મને લાગે છે કે તે જાણવું જરૂરી છે કે કેવી રીતે નક્કી કરવું કે ક્યારે....
પ્રભુપાદ: ના, ના, જરૂરી મતલબ તમે આ ભૌતિક જગતમાં બધા સજ્જન વ્યક્તિઓની આશ ના રાખી શકો. થોડાક ખરાબ તત્વો છે. તો જો ખબર તત્વો તમારા પર આક્રમણ કરે, તો તમારું કર્તવ્ય નથી કે લડાઈ કરવી અને રક્ષણ કરવું?
ડૉ. ઓર: તે ફક્ત હોઈ શકે છે કે, જોકે, મારા તત્વો ખરાબ છે, અને હું વિચારતો રહું છું કે બીજા લોકો ખરાબ તત્વો છે. (દબાયેલું હાસ્ય)
પ્રભુપાદ: ના. ભગવાનને પણ તે વિવેક છે. તે કહે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ (ભ.ગી. ૪.૮). ખરાબ તત્વો છે. તો જો ભગવાનના મનમાં સારું તત્વ, ખરાબ તત્વ છે... તો આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ. આપણે પણ તે લાગણી હોવી જ જોઈએ. આપણે તેની અવગણના ના કરી શકીએ.
જયતિર્થ: અત્યારે તે નવાણું ટકા ખરાબ છે. અત્યારે તે નવાણું ટકા ખરાબ છે. તો લડાઇઓ ફક્ત ખરાબ તત્વો વચ્ચે થાય છે.
પ્રભુપાદ: હા.
જયતિર્થ: તો તે અત્યારે અલગ વસ્તુ છે.
પ્રભુપાદ: તો તમે ખરાબ તત્વો વચ્ચેની લડાઈ રોકી ના શકો. તેમને સારા બનાવો. તો તમે બચી શકો છો. તમે કુતરાઓ વચ્ચેની લડાઈ બંધ ના કરાવી શકો. (હાસ્ય) તે શક્ય નથી. જો તમે કુતરાઓને લડતા રોકવાનો પ્રયાસ કરો, તે શક્ય નથી. તે શક્ય છે? તે વ્યર્થ પ્રયાસ છે. તમે મનુષ્યોને કૂતરાની જેમ રહેવા દો, અને તમારે લડાઈ બંધ કરાવવી છે. તે શક્ય નથી. અવ્યવહારુ.