GU/Prabhupada 0984 - હિન્દુઓના એક ભગવાન છે અને ખ્રિસ્તીઓના બીજા ભગવાન છે. ના. ભગવાન બે ના હોઈ શકે



720905 - Lecture SB 01.02.07 - New Vrindaban, USA

તો, ગઈ કાલે આપણે ચર્ચા કરતાં હતા, કે, પ્રથમ દરજ્જાનો ધર્મ કયો છે. સ વૈ પુંસામ પરો ધર્મ: યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૭). કસોટી છે કે લોકો લડવા માટે બહુ ઉત્સાહી છે, "મારો ધર્મ વધુ સારો છે." "હું હિન્દુ છું. અમારો ધર્મ વધુ સારો છે." કોઈક કહે છે, "ના, અમે ખ્રિસ્તી છીએ, અમે... અમારો ધર્મ બહુ સરસ છે." કોઈક મુસ્લિમ, આ લડાઈ ચાલી રહી છે. યુરપિયન ઇતિહાસમાં લડાઈ હતી, ધાર્મિક સમૂહો વચ્ચે ધર્મયુદ્ધ. અમારા દેશમાં, ભારતમાં, હિન્દુ અને મુસ્લિમો વચ્ચે લડાઈ હતી. આ લડાઈનો મતલબ શું છે? વાસ્તવિક રીતે જ્યારે કોઈ ભગવાન ભાવનાભાવિત બને છે, તે ભગવાનને જાણે છે, તો લડાઈનો અવસર ક્યાં છે? યસ્ય દેવે પરા... કારણકે વ્યક્તિએ હોવું જોઈએ... જો ખરેખર કોઈ ભગવાન ભાવનાભાવિત છે, યસ્યાસ્તી ભક્તિર ભગવતિ અકિંચના (શ્રી.ભા. ૫.૧૮.૧૨). વેદિક સાહિત્ય આપણને માહિતી આપે છે, કે વાસ્તવિક રીતે જો એક ભગવાનનો ભક્ત...

ભગવાન એક છે, ભગવાન બે ના હોઈ શકે. એવું નથી કે હિન્દુઓને એક ભગવાન છે અને ખ્રિસ્તીઓને એક ભગવાન છે. ના. ભગવાન બે ના હોઈ શકે. ભગવાનો માં કોઈ પ્રતિસ્પર્ધા ના હોઈ શકે. "હું ભગવાન છું." જેમકે અત્યારે તે એક ફેશન બની ગઈ છે, ઘણા બધા ભગવાન, ધૂર્તો કહી રહ્યા છે, "હું ભગવાન છું." તે કહે છે, "હું ભગવાન છું," "હું ભગવાન છું," "હું ભગવાન છું." હવે કેટલા ભગવાન છે? ના, ભગવાન ફક્ત એક છે, એકો બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ, તે વેદિક આજ્ઞા છે. જેમ કે સૂર્ય. સૂર્ય એક છે. આપણા વ્યાવહારિક ઉદાહરણ દ્વારા. તમે કહી ના શકો કે "આ અમેરિકન સૂર્ય છે," અને "આ ભારતીય સૂર્ય છે," અથવા "તે આફ્રિકન સૂર્ય છે." સૂર્ય એક છે. જુઓ, જો ભગવાનની રચના એક છે, અને તે આટલી શક્તિશાળી છે... સૂર્ય ભગવાનની એક રચના છે. લાખો સૂર્યો છે. આપણે ફક્ત એક જોઈ શકીએ છીએ. તો જો ભગવાન દ્વારા રચાયેલો એક સૂર્ય આટલું બધુ કામ કરે છે, આટલી બધી ગરમી અને પ્રકાશ વિતરિત કરી શકે છે, જરા વિચારો કે સૂર્યના રચયિતા કેટલા શક્તિશાળી હશે. તે સામાન્ય બુદ્ધિ છે. તો આપણને ભગવદ ગીતામાથી માહિતી મળે છે... (બીજી બાજુએ): રૂપાનુગ તું અહી આવી શકે છે.

અહમ સર્વસ્ય પ્રભવ:
મત્ત: સર્વમ પ્રવર્તતે
ઈતિ મત્વા ભજન્તે મામ
બુધા ભાવ સમન્વિતા:
(ભ.ગી. ૧૦.૮)

અહમ સર્વસ્ય પ્રભવ: જે કઈ પણ આપણે જોઈએ છીએ, જે કઈ પણ છે, તે બધાની ઉત્પત્તિ ભગવાનમાથી થઈ છે. તે વેદાંત સૂત્રનું પણ વિધાન છે. સરળ. જો તમારે જાણવું હોય કે ભગવાન શું છે, વેદાંત સૂત્ર આપણને માહિતી આપે છે, બે શબ્દોમાં, બહુ જ સરળ: "ભગવાન, અથવા નિરપેક્ષ સત્ય, તે છે જે બધાનો સ્ત્રોત છે." જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). મૂળ સ્ત્રોત કે જેમાથી બધુ આવી રહ્યું છે, તે ભગવાન છે. બહુ જ સરળ વ્યાખ્યા. કોઈ પણ સમજી શકે. જો તમે શોધો... તે આપણી પૃચ્છા... તત્વજ્ઞાન મતલબ પૃચ્છા કરવી. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા - પૃચ્છા કરવી.