GU/Prabhupada 1058 - ભગવદ ગીતાના વક્તા ભગવાન શ્રી કૃષ્ણ છે



660219-20 - Lecture BG Introduction - New York

ભગવદ ગીતાના વક્તા ભગવાન શ્રી કૃષ્ણ છે. તેમનો ઉલ્લેખ ભગવદ ગીતાના દર પાનામાં થાય છે, જેમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહે છે. અવશ્ય, "ભગવાન" કોઈ મહાન વ્યક્તિ કે મહાન દેવતા માટે પણ વાપરવામાં આવે છે, પણ અહી "ભગવાન" શબ્દનો પ્રયોગ શ્રી કૃષ્ણ, જે એક મહાન વ્યક્તિ છે, તેમના માટે થયો છે, પણ તેજ સમયે આપણે જાણવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ, જેમ કે બધા આચાર્યો દ્વારા પણ પુષ્ટિ થયેલી છે... મારા કહેવાનો અર્થ છે કે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, પણ, નિમ્બાર્ક સ્વામી અને ચૈતન્ય મહાપ્રભુ અને બીજા ઘણા બધા. ભારતમાં કેટલા બધા અધિકૃત વિદ્વાન પંડિતો અને આચાર્યો થયા છે, મારા કહેવાનો અર્થ છે, કે વૈદિક જ્ઞાનના અધિકારીઓ. બધા, શંકરાચાર્ય સહીત, તેમણે સ્વીકાર્યું છે કે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. સ્વયં ભગવાને પણ પોતાને સ્થાપિત કર્યા છે ભગવદ ગીતામાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના રૂપે. તેમને બ્રહ્મ-સંહિતા અને બધા પુરાણોમાં સ્વીકાર કરવામાં આવેલા છે, વિશેષ કરીને ભાગવત પુરાણમાં: કૃષ્ણસ તુ ભગવાન સ્વયમ (શ્રી.ભા. ૧.૩.૨૮). તો તેથી આપણને ભગવદ ગીતાને જેમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહે છે, તેવી રીતે જ લેવી જોઈએ.

તો ભગવદ ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે:

ઈમમ વિવસ્વતે યોગમ
પ્રોક્તવાન અહમ અવ્યયમ
વિવસ્વાન મનવે પ્રાહ
મનુર ઇક્ષ્વાકવે અબ્રવિત
(ભ.ગી. ૪.૧)
એવમ પરંપરા પ્રાપ્તમ
ઈમમ રાજર્ષયો વિદુ:
સ કાલેનેહ મહતા
યોગો નષ્ટ પરંતપ
(ભ.ગી. ૪.૨)
સ એવાયમ મયા તે અદ્ય
યોગ: પ્રોક્ત: પુરાતન:
ભક્તો અસી મે સખા ચેતી
રહસ્યમ હી એતદ ઉત્તમમ
(ભ.ગી. ૪.૩)


ખ્યાલ છે કે... ભગવાન અર્જુનને કહે છે કે આ યોગ, આ યોગ પદ્ધતિ, ભગવદ-ગીતા, પ્રથમ વાર મારા દ્વારા સૂર્ય-દેવને કેહવામાં આવી હતી અને સૂર્ય-દેવે મનુને કહ્યું. મનુએ ઇક્ષ્વાકુને સમજાવ્યું, અને તે રીતે, પરંપરા દ્વારા, એક પછી બીજો, આ યોગ પદ્ધતિ આવી રહી છે. અને સમય સાથે આ પદ્ધતિ હવે ખોવાઈ ગઈ છે. અને તેથી, હું તને કહું છું, તે જ યોગ પદ્ધતિ ફરીથી, ભગવદ ગીતાની તેજ પુરાતન યોગ પદ્ધતિ, અથવા ગીતોપનીષદ. કારણકે તું મારો ભક્ત છે અને તું મારો મિત્ર છે, તેથી તે માત્ર તારા માટે જ સંભવ છે સમજવું."

હવે તાત્પર્ય છે કે ભગવદ ગીતા એવો ગ્રંથ છે જે વિશેષ કરીને માત્ર ભક્તો માટે છે. ત્રણ પ્રકારના આધ્યાત્મિકવાદીઓ છે, જ્ઞાની, યોગી અને ભક્ત. અથવા નિર્વિશેષવાદી, ધ્યાની, અને ભક્ત. તો અહી સ્પષ્ટ રૂપે કેહવામાં આવેલું છે. ભગવાન અર્જુનને કહે છે કે "હું કહું છું, અથવા હું તને પરંપરાનો પ્રથમ વ્યક્તિ બનાવું છું. કારણકે જે પ્રાચીન પદ્ધતિ કે પરંપરા હવે તૂટી ગઈ છે, તેથી હું ફરીથી બીજી પરંપરાને સ્થાપિત કરવા માગું છું તે જ વિચાર ધારામાં જેમ તે સૂર્ય-દેવથી બીજાઓ દ્વારા નીચે આવે છે. તો હવે તું, તું લઈને તેનું વિતરણ કર. અથવા આ પદ્ધતિ, ભગવદ ગીતાની યોગ પદ્ધતિનું હવે તારા દ્વારા વિતરણ થઈ શકે છે. તું ભગવદ ગીતાને સમજવાનો અધિકારી બની જા." હવે અહી એક નિર્દેશન છે કે ભગવદ ગીતા વિશેષ કરીને અર્જુનને ઉપદેશ કરવામાં આવેલી છે, ભગવાનનો ભક્ત, ભગવાનનો સાક્ષાત વિદ્યાર્થી. અને તેટલું જ નહીં, તે નિકટતાથી કૃષ્ણ સાથે મિત્રના રૂપે સંબંધમાં છે. તેથી ભગવદગીતા તેવા વ્યક્તિ દ્વારા સમજી શકાય છે જેના ગુણ કૃષ્ણના જેવા છે. તેનો અર્થ છે તે ભક્ત હોવો જ જોઈએ, તે સંબંધમાં હોવો જોઈએ, ભગવાન સાથે સીધા સંબંધમાં હોવો જોઈએ.