GU/Prabhupada 1059 - દરેક વ્યક્તિને ભગવાન સાથે એક વિશેષ સંબંધ છે
660219-20 - Lecture BG Introduction - New York
જેવો વ્યક્તિ ભગવાનનો ભક્ત બની જાય છે, તેને ભગવાન સાથે સીધો સંબંધ સ્થાપિત થાય છે. તે ખૂબ લાંબો વિષય છે, પણ તેને ટૂંકમાં કહી શકાય છે કે એક ભક્ત ભગવાન સાથે પાંચ રીતે સંબંધ જોડી શકે છે. વ્યક્તિ એક નિષ્ક્રિય ભાવથી પણ ભક્ત થઇ શકે છે, વ્યક્તિ સક્રિય ભાવથી પણ ભક્ત થઇ શકે છે, વ્યક્તિ મિત્રના રૂપે પણ ભક્ત થઇ શકે છે, વ્યક્તિ માતા કે પિતાના રૂપે પણ ભક્ત થઇ શકે છે, અને પ્રેમીના રૂપે પણ વ્યક્તિ ભક્ત બની શકે છે.
તો અર્જુન ભગવાન સાથે મિત્રના સંબંધમાં ભક્ત હતો. ભગવાન મિત્ર બની શકે છે. હા, આ મૈત્રી અને આ ભૌતિક જગતની મૈત્રી જે આપણને મળે છે, તેમાં બહુ મોટો તફાવત છે. આ એક દિવ્ય મૈત્રી છે જે... એવું નથી કે બધાને ભગવાન સાથે સંબંધ હશે દરેકને ભગવાન સાથે કોઈ વિશેષ સંબંધ છે અને તે વિશેષ સંબંધ ભક્તિમય સેવાની સિદ્ધિથી પુન:સ્થાપિત થાય છે. જીવનની વર્તમાન સ્થિતિમાં આપણે માત્ર ભગવાનને જ ભૂલી નથી ગયા, પણ આપણે ભગવાન સાથેનો આપણો શાશ્વત સંબંધ પણ ભૂલી ગયા છે. દરેક જીવ, લાખો અને અરબો જીવોમાંથી, દરેક જીવને ભગવાન સાથે એક વિશેષ સંબંધ છે, શાશ્વત રૂપે. તેને કેહવાય છે સ્વરૂપ. સ્વરૂપ. અને ભક્તિની તે વિધિથી વ્યક્તિ પોતાના સ્વરૂપને ફરી વિકસિત કરી શકે છે. અને તે સ્થિતિને કેહવાય છે, સ્વરૂપ સિદ્ધિ, વ્યક્તિની બંધારણીય સ્થિતિની પૂર્ણતા. તો અર્જુન એક ભક્ત હતો અને તે પરમ ભગવાનની સાથે મૈત્રીના સંબંધમાં સંપર્કમાં હતો.
હવે, આ ભગવદ ગીતા અર્જુનને સમજાવામાં આવેલી છે, અને કેવી રીતે અર્જુને તેને સ્વીકારી? તે પણ નોંધવું જોઈએ. કેવી રીતે અર્જુને સ્વીકારી તે દસમાં અધ્યાયમાં કહેવાયેલું છે. જેમ કે:
- અર્જુન ઉવાચ
- પરમ બ્રહ્મ પરમ ધામ
- પવિત્રમ પરમમ ભવાન
- પુરુષમ શાશ્વતમ દિવ્યમ
- આદિ દેવમ અજમ વિભુમ
- (ભ.ગી. ૧૦.૧૨-૧૩)
- આહુસ ત્વામ ઋષય: સર્વે
- દેવર્ષીર નારદસ તથા
- અસીતો દેવલો વ્યાસો
- સ્વયમ ચૈવ બ્રવીશી મે
- (ભ.ગી. ૧૦.૧૨-૧૩)
- સર્વમ એતદ ઋતમ મન્યે
- યન મામ વાદસી કેશવ
- ન હી તે ભગવાન વ્યક્તિમ
- વિદુર દેવા ન દાનવા:
- (ભ.ગી. ૧૦.૧૪)
હવે, અર્જુન કહે છે, પરમ ભગવાન પાસેથી ભગવદ ગીતાને સાંભળીને, તે કૃષ્ણને પરમ બ્રહ્મના રૂપે સ્વીકાર કરે છે બ્રહ્મ. દરેક જીવ બ્રહ્મ છે, પણ પરમ જીવ અથવા તો પરમ ભગવાન પરમ બ્રહ્મ છે. અને પરમ ધામ. પરમ ધામ એટલે કે તેઓ બધાના સર્વોચ્ચ વિશ્રામ સ્થળ છે. અને પવિત્રમ. પવિત્રમ એટલે કે બધા ભૌતિક ક્લેશોથી શુદ્ધ છે. અને તેમને પુરુષમ કેહવાય છે. પુરુષમ એટલે કે પરમ ભોક્તા; શાશ્વતમ, શાશ્વત એટલે કે તે સૌથી પહેલાથી છે, તેઓ પ્રથમ પુરુષ છે; દિવ્યમ, દિવ્ય; દેવમ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર; અજમ, તેઓ કદી જન્મ નથી લેતા; વિભુમ, સૌથી મહાન.
હવે કોઈ સંદેહ કરી શકે છે, કે કારણકે કૃષ્ણ અર્જુનના મિત્ર હતા, તેથી તે પોતાના મિત્રને આ બધુ કહેતો હશે. પણ અર્જુન ભગવદ ગીતાનાં વાચકોના મનના આ પ્રકારના સંદેહોને નીકાળવા માટે, તે તેનો મત અધિકારીઓનાં આધારે સ્થાપિત કરે છે. તે કહે છે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરન રૂપે સ્વીકૃત છે માત્ર અર્જુન દ્વારા જ નહીં, પણ તેઓ નારદ, અસિત, દેવળ, વ્યાસ જેવા અધિકારીઓ દ્વારા પણ સ્વીકૃત છે. આ વ્યક્તિઓ મહાન વ્યક્તિઓ છે વૈદિક જ્ઞાનને વિતરિત કરવા માટે. તે બધા આચાર્યો દ્વારા સ્વીકૃત છે. તેથી અર્જુન કહે છે કે "જે પણ તમે મને કહ્યું છે અત્યાર સુધી, હું તેને પૂર્ણ રૂપે માનું છું."