GU/Prabhupada 1063 - બધા કર્મો અને તેના ફળોમાથી મુક્તિ આપશે



660219-20 - Lecture BG Introduction - New York

જેમ કે વર્તમાન જીવનમાં પણ, આપણે કેટલા બધા કાર્યોનો આનંદ લઈએ છીએ, આપણા કર્મોના ફળો. જો તમે એક વેપારી છો અને મે ખૂબજ બુદ્ધિથી મહેનત કરી છે અને મે ખૂબ બેંક બેલેન્સ ભેગું કર્યું છે. હવે હું ભોક્તા છું. તેવી જ રીતે, ધારોકે મે મારો વેપાર ખૂબ ધન ભેગો કરીને શરુ કર્યો છે પણ તેને સફળ બનાવવામાં હું નિષ્ફળ ગયો. મે બધુ ધન ગુમાવી દીધું. તો હું કષ્ટ ભોગવું છું. તો તેવી જ રીતે, જીવનના દરેક ક્ષેત્રમાં આપણે ભોગ કરીએ છીએ, આપણા કર્મોના ફળો ભોગવીએ છીએ. તેને કર્મ કેહવાય છે.

તો આ વસ્તુઓ, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, અથવા પરમ ભગવાન, કે જીવ, ભૌતિક પ્રકૃતિ, શાશ્વત કાળ, અને વિવિધ કાર્યો, આ વસ્તુઓ ભગવદ ગીતામાં સમજાવેલી છે. હવે આ પાંચમાંથી, ઈશ્વર, જીવ, ભૌતિક પ્રકૃતિ અને કાળ, આ ચાર વસ્તુઓ શાશ્વત છે. હવે ભૌતિક પ્રકૃતિનું વ્યક્ત થવું, તે અશાશ્વત હોઈ શકે છે, પણ તે અસત્ય નથી. કોઈ તત્વજ્ઞાની કહે છે કે આ ભૌતિક પ્રકૃતિ મિથ્યા છે, પણ ભગવદ ગીતાના સિદ્ધાંત મુજબ અથવા વૈષ્ણવોના સિદ્ધાંત મુજબ, તેઓ આ દુનિયાનું વ્યક્ત થવું, તેને અસત્ય નથી માનતા. તેઓ સ્વીકાર કરે છે કે આ વ્યક્ત થવું તે સાચું છે, પણ તે ક્ષણિક છે. તે એક વાદળને જેમ છે જે આકાશમાં આવે છે અને વરસાદની ઋતુ શરુ થાય છે, અને વર્ષાઋતુ પછી, કેટલી બધી હરિયાળી આખા મેદાનમાં આપણે જોઈ શકીએ છીએ. અને જેવી વર્ષા ઋતુ સમાપ્ત થાય છે, ત્યારે વાદળ છિન્નભિન્ન થઈ જાય છે. સામાન્ય રીતે, ધીમે ધીમે, બધી હરિયાળી સુકાઈ જાય છે અને જમીન વેરાન બની જાય છે. તેવી જ રીતે, આ ભૌતિક સૃષ્ટિ, અમુક સમયે વ્યક્ત થાય છે, આપણે સમજીશું, ભગવદ ગીતાના પાનામાંથી, ભૂત્વા ભૂત્વા પ્રલીયતે (ભ.ગી. ૮.૧૯). આ સૃષ્ટિ એક સમયે ખૂબજ ભવ્ય બને છે, પછી તે અપ્રકટ થાય છે. તે પ્રકૃતિનું કાર્ય છે. પણ તે હમેશા કાર્ય કરે છે, તેથી પ્રકૃતિ શાશ્વત છે. તે અસત્ય નથી. કારણકે ભગવાને સ્વીકાર કર્યો છે, મમ પ્રકૃતિ, "મારી પ્રકૃતિ." અપરેયમ ઇતસ તુ વિદ્ધિ મે પ્રકૃતિમ પરામ (ભ.ગી. ૭.૫). ભિન્ન પ્રકૃતિ, ભિન્ન પ્રકૃતિ, અપરા પ્રકૃતિ. આ ભૌતિક પ્રકૃતિ પરમ ભગવાનની અલગ શક્તિ છે, અને જીવો, તે પણ ભગવાનની શક્તિ છે, પણ તે અલગ નથી થયા. તે હમેશ માટે સંબંધીત છે. તો, ભગવાન, જીવ, પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ અને કાળ, તે બધા શાશ્વત છે. પણ જે બીજી વસ્તુ છે, કર્મ, તે શાશ્વત નથી. કર્મના પ્રભાવ ખૂબજ જૂના હોઈ શકે છે. આપણે અનાદી કાળથી આપણા કર્મોના ફળો ભોગવીએ છીએ. પણ છતાં, આપણે આપણા કર્મોના ફળો બદલી શકીએ છીએ. તે આપણા જ્ઞાનની પૂર્ણતા ઉપર આધાર રાખે છે. આપણે નિસ્સંદેહ વિવિધ પ્રકારના કાર્યોમાં લાગેલા છીએ, પણ આપણે જાણતા નથી કે કેવા પ્રકારના કાર્યોનો આપણે સ્વીકાર કરવો જોઈએ જે આપણને કર્મોના ફળોથી મુક્તિ આપશે. તે પણ ભગવદ-ગીતામાં સમજાવેલું છે.

હવે, ઈશ્વરની પરિસ્થિતિ પરમ ચેતના છે. ઈશ્વરની, કે પરમ ભગવાનની સ્થિતિ પૂર્ણ ચેતના છે. અને બધા જીવો, ભગવાનના અંશ હોવાથી, તેઓ પણ સચેત છે. એક જીવ પણ સચેત છે. જીવને પ્રકૃતિ, શક્તિ કેહવાયું છે અને ભૌતિક પ્રકૃતિને પણ પ્રકૃતિ કહેલી છે, પણ બન્નેમાંથી, એક જીવ, સચેત છે. બીજી પ્રકૃતિ સચેત નથી. તે અંતર છે. તેથી જીવ પ્રકૃતિને ચડિયાતી કહેલી છે, કારણકે જીવોની ચેતના ભગવાન જેવી છે. ભગવાન પણ પરમ ચેતના છે. કોઈએ પણ એમ દાવો ના કરવો જોઈએ કે જીવ પણ પરમ ચેતનાવાળો છે. ના. એક જીવ પરમ ભગવાનની જેમ કદી પણ પરમ ચેતનાવાળો નથી બની શકતો. તે એક ગુમરાહ કરવાવાળો સિદ્ધાંત છે. તે એક ગુમરાહ કરવાવાળું તત્વજ્ઞાન છે. પણ તે સચેત છે. બસ તેટલું જ. તે પરમ ચેતનાવાળો નથી.