GU/Prabhupada 1064 - ભગવાન દરેક જીવના હ્રદયની મધ્યમાં નિવાસ કરે છે



660219-20 - Lecture BG Introduction - New York

પરમ સચેત, જેમ ભગવદગીતામાં સમજાવવામાં આવશે તે અધ્યાયમાં જ્યાં જીવ અને ઈશ્વર વચ્ચેનું અંતર સમજાવવામાં આવેલું છે. ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, આ ક્ષેત્રજ્ઞને પહેલા જ સમજાવવામાં આવેલું છે, કે ભગવાન પણ ક્ષેત્રજ્ઞ, અથવા સચેત છે, અને જીવ પણ સચેત છે. પણ અંતર એટલું છે કે જીવ તેના પોતાના શરીર પૂરતો જ સચેત છે, પણ ભગવાન બધા શરીરોમાં સચેત છે. ઈશ્વર સર્વ ભૂતાનામ હ્રદ દેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧).

ભગવાન દરેક જીવના હ્રદયમાં રહે છે, તેથી તેઓ જાણકાર છે, દરેક જીવના મનની ગતિવિધિઓના. તે આપણને ભૂલવું ન જોઈએ. તે પણ સમજાવવામાં આવેલું છે કે પરમાત્મા કે ભગવાન દરેક જીવના હ્રદયમાં ઈશ્વરના રૂપે રહે છે, નિયામકના રૂપે અને તેઓ આપણને નિર્દેશન આપે છે. તેઓ આપણને નિર્દેશન આપે છે. સર્વસ્ય ચાહમ હ્રદી સન્નીવીષ્ઠ: (ભ.ગી. ૧૫.૧૫). બધાના હ્રદયમાં તેઓ સ્થિત છે, અને તેઓ બધાને ઈચ્છા મુજબનું કાર્ય કરવાનું નિર્દેશન આપે છે. જીવ ભૂલી જાય છે શું કરવું જોઈએ. સૌથી પેહલા તે પોતે નિશ્ચય કરે છે એક પ્રકારે કાર્ય કરવા માટે, અને પછી તે પોતાના કર્મ-બંધનોમાં ફસાઈ જાય છે. પણ એક પ્રકારનું શરીર જ્યારે તે છોડી દે છે, અને જ્યારે તે બીજા પ્રકારના શરીરમાં પ્રવેશ કરે છે... જેમ કે આપણે એક પ્રકારના વસ્ત્રનો ત્યાગ કરીએ છીએ, બીજા પ્રકારના વસ્ત્રને પહેરવા માટે, તેવી જ રીતે, તે ભગવદ ગીતામાં સમજાવેલું છે વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨). જેમ કોઈ વ્યક્તિ વિવિધ વસ્ત્રો બદલે છે, તેવી જ રીતે જીવ વિવિધ શરીરોને પણ બદલે છે, આત્માનું સ્થાનાંતર, અને તેના પૂર્વ કર્મોના ફળોનું ખેંચાવું. તો આ કાર્યો બદલાઈ શકે છે જ્યારે જીવ સત્ત્વ ગુણમાં સ્થિત હોય છે, ડાહ્યો બને છે, અને તે સમજે છે કે કેવા પ્રકારના કાર્યો તેણે કરવા જોઈએ, અને જો તે તેમ કરશે, ત્યારે તેના કાર્યોના સમસ્ત કર્મ-ફળો બદલાઈ શકે છે. તેથી કર્મ શાશ્વત નથી. બીજી વસ્તુઓ, ચાર, પાંચ વિષયોમાંથી - ઈશ્વર, પ્રકૃતિ, જીવ, કાળ, અને કર્મ - આ ચાર વસ્તુઓ શાશ્વત છે, જ્યારે કર્મ શાશ્વત નથી.

હવે ઈશ્વર પરમ ચેતનાવાળા છે, અને પરમ ચેતનાવાળા ઈશ્વર, કે ભગવાન, અને જીવ, વર્તમાન સ્થિતિમાં, આવો છે. ચેતના, બન્ને ભગવાન અને જીવની, છે, આ ચેતના દિવ્ય છે. એવું નથી કે આ ચેતના આ જડ પદાર્થથી ઉત્પન્ન થઇ છે. તે ખોટી ધારણા છે. તે સિદ્ધાંત કે ચેતના અમુક પ્રકારની ભૌતિક પરિસ્થિતીમાંથી ઉત્પન્ન થાય છે તે ભગવદ ગીતામાં સ્વીકૃત નથી. તે નથી. ચેતના ભૌતિક પરિસ્થિતિઓને કારણે વિકૃત રૂપે પ્રતિબિંબિત થઇ શકે છે, જેમ કે રંગીન કાંચ દ્વારા પ્રતિબિંબિત પ્રકાશ, રંગ પ્રમાણે દેખાઈ શકે છે. તેવી જ રીતે, ભગવાનની ચેતના, ભૌતિકતાથી પ્રભાવિત નથી થતી. પરમ ભગવાન, જેમ કે કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ: (ભ.ગી. ૯.૧૦). જ્યારે તેઓ ભૌતિક જગતમાં અવતરિત થાય છે, તેમની ચેતના ભૌતિકતાથી પ્રભાવિત નથી થતી. જો તેમની ચેતના ભૌતિકતાથી પ્રભાવિત થઇ હોત, તો તેઓ ભગવદ ગીતાના દિવ્ય વિષય પર બોલવા માટે અસમર્થ હોત. વ્યક્તિ દિવ્ય જગત વિશે કશું કહી ના શકે જ્યા સુધી તે ભૌતિક કલ્મષથી મુક્ત નથી થયો. તો ભગવાન ભૌતિકતાથી પ્રદૂષિત ન હતા. પણ આપણી ચેતના, વર્તમાન સમયે, ભૌતિક રૂપે પ્રદૂષિત છે, તો આખી વસ્તુ, જેમ ભગવદ ગીતા શિખવાડે છે, આપણે આપણી ભૌતિકતાથી પ્રદૂષિત ચેતનાને શુદ્ધ કરવી પડે, અને તે શુદ્ધ ચેતનામાં, કાર્ય કરવામાં આવે. તે આપણને સુખી બનાવશે. આપણે બંધ ના કરી શકીએ. આપણે આપણા કાર્યોને બંધ ના કરી શકીએ. કાર્યોને શુદ્ધ કરવાની જરૂર છે. અને આ શુદ્ધ કાર્યોને ભક્તિ કેહવામાં આવે છે. ભક્તિ, એટલે કે, તે પણ સામાન્ય કાર્ય જેવુ લાગે છે, પણ તે દૂષિત કાર્યો નથી. તે શુદ્ધ કાર્યો છે. તો એક અજ્ઞાની વ્યક્તિ એમ જોઈ શકે છે કે ભક્ત પણ સામાન્ય માણસની જેમ કાર્યો કરે છે, પણ ઓછા જ્ઞાન વાળા વ્યક્તિને, તે ખબર નથી કે ભગવાનના કાર્યો કે ભકતના કાર્યો, તે આ જડ પદાર્થની દૂષિત ચેતનાથી પ્રભાવિત નથી, ત્રણ ગુણોની અશુદ્ધતાથી પ્રભાવિત નથી, પણ દિવ્ય ચેતના. તો આપણી ચેતના ભૌતિકતાથી પ્રદૂષિત છે, તે આપણે જાણવું જોઈએ.