GU/Prabhupada 1078 - મન અને બુદ્ધિ, બન્નેથી, ચોવીસ કલાક ભગવાનના વિચારોમાં લીન



660219-20 - Lecture BG Introduction - New York

જ્યારે તમને પરમ ભગવાનના પ્રતિ પ્રેમનો મજબૂત ભાવ હોય છે, ત્યારે આપણા કાર્યો કરવાની સાથે ભગવાનને પણ સ્મરણ કરવું શક્ય છે. તો આપણે આ ભાવનો વિકાસ કરવો જોઈએ. જેમ કે અર્જુન હમેશા ભગવાનનું સ્મરણ કરતો હતો. ચોવીસ કલાકમાં એક ક્ષણ માટે પણ તે કૃષ્ણને ભૂલી ન હતો શકતો. કૃષ્ણનો નિત્ય સંગી. તે જ સમયે, તે એક યોદ્ધા હતો. ભગવાન કૃષ્ણે અર્જુનને લડવાનું છોડવાની સલાહ ન હતી આપી, જંગલમાં જઈને, અથવા હિમાલયમાં જઈને ધ્યાન કરવાનું કહ્યું ન હતું. જ્યારે અર્જુનને યોગ પદ્ધતિની સલાહ આપવામાં આવી હતી, અર્જુને અસ્વીકાર કર્યો હતો, કે "આ પદ્ધતિ મારા માટે શક્ય નથી." પછી ભગવાને કહ્યું, યોગીનામ અપિ સર્વેશામ મદ ગતેન-અંતર આત્મના (ભ.ગી. ૬.૪૭). મદ ગતેન-અંતર આત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સ મે યુક્ત તમો મતઃ (ભ.ગી. ૬.૪૭). તો જે હમેશા પરમ ભગવાનનું સ્મરણ કરે છે, તે શ્રેષ્ઠ યોગી છે, તે સર્વશ્રેષ્ઠ જ્ઞાની છે, અને સૌથી મહાન ભક્ત છે તે જ સમયે. ભગવાન સલાહ આપે છે કે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ (ભ.ગી. ૮.૭). "ક્ષત્રિયના રૂપે તું તારૂ લડવાનું કર્તવ્ય ત્યાગી ના શકે. તારે લડવું જ પડે. પણ જો તે જ સમયે તું મારૂ સ્મરણ કરવાનો અભ્યાસ કરીશ, તો તે શક્ય હશે," અંત કાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા કલેવરમ (ભ.ગી. ૮.૫), "તો તે શક્ય હશે મૃત્યુના સમયે પણ મારુ સ્મરણ કરવું." મયી અર્પિત મનો બુદ્ધીર મામ એવૈશ્યસી અસંશય: ફરીથી, તેઓ કહે છે કે કોઈ સંશય નથી. જો કોઈ પણ વ્યક્તિ ભગવાનની સેવામાં પૂર્ણ રૂપે શરણાગત છે, ભગવાનની દિવ્ય પ્રેમમયી સેવામાં, મયી અર્પિત મનો બુદ્ધીર (ભ.ગી. ૮.૭). કારણકે વાસ્તવમાં આપણે આપણા શરીરથી કાર્ય નથી કરતા. વાસ્તવમાં આપણે આપણા મન અને બુદ્ધિ દ્વારા કાર્ય કરીએ છીએ. તો જો આપણી બુદ્ધિ અને મન હમેશા ભગવાનના વિચારમાં મગ્ન છે, ત્યારે સ્વભાવ વશ આપણી ઇન્દ્રિયો પણ ભગવાનની સેવામાં સંલગ્ન હશે. તે ભગવદ ગીતાનું રહસ્ય છે. વ્યક્તિએ આ કળા શીખવી જોઈએ, કેવી રીતે લીન થવું, બન્ને મન અને બુદ્ધિ દ્વારા, ભગવાન વિશે વિચાર કરવામાં. અને તે વ્યક્તિને મદદ કરશે ભગવાનના ધામમાં જવા માટે. અથવા આ ભૌતિક શરીરને છોડીને આધ્યાત્મિક વાતાવરણમાં પ્રવેશ કરવા માટે. આધુનિક વૈજ્ઞાનિકો, તેઓ વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે, ચંદ્ર ગ્રહ પર પહોંચવા માટે, પણ હજી સુધી તેમને સિદ્ધિ નથી મળી. પણ અહી ભગવદ ગીતામાં, એક સલાહ છે. ધારો કે અહી માણસ બીજા પચાસ વર્ષો માટે જીવશે, અને તે... તો કોઈ પણ પોતાને આધ્યાત્મિક યુક્તિ દ્વારા ઉન્નત કરવાનો પ્રયત્ન નહીં કરે. તે ખૂબજ સરસ યુક્તિ છે. પણ માત્ર દસ વર્ષ કે પાંચ વર્ષ માટે જો કોઈ પણ આ અભ્યાસનો પ્રામાણિક પ્રયાસ કરશે, મયી અર્પિત મનો બુદ્ધીર (ભ.ગી. ૮.૭). તે માત્ર અભ્યાસનો પ્રશ્ન છે. અને તે અભ્યાસ ભક્તિમય સેવા દ્વારા ખૂબજ સરળતાથી સંભવ છે, શ્રવણમ. શ્રવણમ. સૌથી સરળ માર્ગ છે સાંભળવું.

શ્રવણમ કિર્તનમ વિષ્ણો
સ્મરણમ પાદ સેવનમ
અર્ચનમ વંદનમ દાસ્યમ
સખ્યમ આત્મનિવેદનમ

(શ્રી.ભા. ૭.૫.૨૩)

આ નવ વિધિઓ છે. તો સૌથી સરળ માર્ગ છે માત્ર શ્રવણ.