GU/Prabhupada 1079 - ભગવદ ગીતા એક દિવ્ય સાહિત્ય છે જેને વ્યક્તિએ ખૂબજ ધ્યાનથી વાંચવું જોઈએ



660219-20 - Lecture BG Introduction - New York

એક સાક્ષાત્કૃત વ્યક્તિ પાસેથી આ ભગવદ ગીતા અથવા શ્રીમદ ભાગવતનું શ્રવણ, તે આપણને તાલીમ આપશે પરમ ભગવાનના વિચારોમાં ચોવીસ કલાક લીન થવા માટે, જે વ્યક્તિને અંતમાં, અંત કાલે, પરમ ભગવાનનું સ્મરણ કરાવવામાં મદદ કરાવશે, અને આ રીતે આ શરીરને છોડીને, તેને બીજું આધ્યાત્મિક શરીર પ્રાપ્ત થશે. એક આધ્યાત્મિક શરીર, જે ભગવાનના સંગ માટે યોગ્ય હશે. તેથી ભગવાન કહે છે,

અભ્યાસ યોગ યુકતેન
ચેતસા નાન્ય ગામીના
પરમમ પુરુષમ દિવ્યમ
યાતિ પાર્થાનુચિન્તયન
(ભ.ગી. ૮.૮)

અનુચિન્તયન, સતત તેમનું સ્મરણ કરવું. તે બહુ અઘરી વિધિ નથી. વ્યક્તિએ આ વિધિને આ માર્ગના એક અનુભવી વ્યક્તિ પાસેથી શીખવી જોઈએ. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ-અભીગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). આપણે તેવા વ્યક્તિ પાસે જવું જોઈએ જે પહેલાથી આ અભ્યાસમાં સ્થાપિત છે. તો અભ્યાસ-યોગ-યુક્તેન. આને કેહવાય છે અભ્યાસ-યોગ, અભ્યાસ. અભ્યાસ... કેવી રીતે નિરંતર ભગવાનનું સ્મરણ કરવું. ચેતસા નાન્ય-ગામીના. મન, આપણું મન, હમેશા આ જગ્યાથી બીજી જગ્યાએ ઉડે છે. તો વ્યક્તિએ અભ્યાસ કરવો જોઈએ હમેશ માટે પરમ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, અથવા ધ્વનિમાં, તેમના નામમાં જે પણ સરળ છે. મનને કેન્દ્રિત કરવાને બદલે - મારૂ મન ખૂબજ ચંચલ હોઈ શકે છે, અહી અને ત્યાં દોડતું, પણ હું મારા કાનમાં શ્રી કૃષ્ણના પવિત્ર દિવ્ય નામનો ધ્વનિ કેન્દ્રિત કરી શકું છું, અને તે પણ મને મદદ કરશે. તેને પણ અભ્યાસ-યોગ કેહવાય છે. ચેતસા નાન્ય-ગામીના પરમમ પુરુષમ દિવ્યમ. પરમમ પુરુષ, તે પરમ ભગવાન જે આધ્યાત્મિક જગતમાં છે, આધ્યાત્મિક આકાશમાં, વ્યક્તિ ત્યાં પહોંચી શકે છે, અનુચિંતયન, સતત સ્મરણ કરીને. તો આ બધી વિધિઓ, માર્ગો, ભગવદ ગીતામાં વર્ણિત છે, અને તે બધા માટે છે, કોઈને માટે પણ વર્જિત નથી. એવું નથી કે એક વર્ગના માણસો જ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન કૃષ્ણનું સ્મરણ સંભવ છે, ભગવાન કૃષ્ણ વિશે સાંભળવું સંભવ છે, બધા દ્વારા. અને ભગવાન કહે છે ભગવદ ગીતામાં,

મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય
યે અપિ સ્યૂ: પાપ-યોનય:
સ્ત્રિયો વૈષ્યાસ તથા શૂદ્રસ
તે અપિ યાન્તિ પરામ ગતિમ
(ભ.ગી. ૯.૩૨)
કીમ પુનઃ બ્રાહ્મણા:
પુણ્યા ભક્તા રાજર્ષયસ તથા
અનિત્યમ અસુખમ લોકમ
ઈમમ પ્રાપ્ય ભજસ્વ મામ
(ભ.ગી. ૯.૩૩)

ભગવાન કહે છે કે સૌથી નીચા વર્ગનો માણસ પણ, સૌથી નીચા વર્ગનો, અથવા એક પતિત સ્ત્રી, એક વ્યાપારી, અથવા શ્રમિક વર્ગનો માણસ... વ્યાપારી વર્ગનો માણસ, શ્રમિક વર્ગનો માણસ, અને સ્ત્રી જાતિ, તેમને એક પ્રકારના ગણવામાં આવે છે, કારણકે તેમની બુદ્ધિ બહુ વિકસિત નથી. પણ ભગવાન કહે છે કે, તેઓ પણ, અથવા તેમનાથી પણ નીચ, મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય યે અપિ પાપ યોનય: (ભ.ગી. ૯.૩૨), તે જ નહીં અથવા તેમનાથી નીચા પણ, કોઈ પણ. કોઈ વાંધો નહીં, તે કોઈ પણ હોઈ શકે છે, જો તે આ ભક્તિ-યોગની પદ્ધતિનો સ્વીકાર કરે છે અને પરમ ભગવાનને જીવનના મુખ્ય લક્ષ્યના રૂપે, જીવનના સારના રૂપે સ્વીકાર કરે છે, જીવનનો સૌથી ઉંચા લક્ષ્યના રૂપે, સૌથી ઉંચા લક્ષ્ય... મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય યે અપિ સ્યૂ:, તે અપિ યાન્તિ પરામ ગતિમ. આધ્યાત્મિક ધામ અને આધ્યાત્મિક આકાશનું તે પરામ ગતિમ, દરેક વ્યક્તિ પહોંચી શકે છે. માત્ર તેણે આ પદ્ધતિનો અભ્યાસ કરવો પડે. તે પદ્ધતિની સૂચના ભગવદ ગીતામાં ખૂબજ સારી રીતે આપેલી છે. અને કોઈ પણ આને અંગીકાર કરીને તેના જીવનને સિદ્ધ બનાવી શકે છે અને જીવનના મુશ્કેલીઓનું કાયમી સમાધાન લાવી શકે છે. તે આખી ભગવદ ગીતાનો વસ્તુ સાર છે. તેથી સારાંશ છે કે ભગવદ ગીતા એક દિવ્ય સાહિત્ય છે જેને વ્યક્તિએ ખૂબજ ધ્યાનથી વાંચવું જોઈએ. ગીતા-શાસ્ત્રમ ઈદમ પુણ્યમ ય: પઠેત પ્રયત: પુમાન. અને તેનું પરિણામ હશે કે, જો તે આ ઉપદેશનું ખૂબજ ધ્યાનથી પાલન કરશે, તો તે જીવનની બધા ચિંતાઓ અને મુશ્કેલીઓથી મુક્ત થઇ શકે છે. ભય-શોકાદી-વર્જિત: (ગીતા માહાત્મ્ય ૧). જીવનના બધા ભયો, આ જીવનના, અને તેને આવતા જીવનમાં આધ્યાત્મિક શરીર પ્રાપ્ત થશે.

ગીતાધ્યાયન-શીલસ્ય
પ્રાણાયમ-પરસ્ય ચ
નૈવ શાંતિ હી પાપાની
પૂર્વ જન્મ કૃતાની ચ
(ગીતા માહાત્મ્ય ૨)

તો બીજો લાભ છે કે જો તે આ ભગવદ ગીતાને વાંચશે, ખૂબજ શ્રદ્ધાથી અને પૂર્ણ ગંભીરતાથી, ત્યારે ભગવાનની કૃપાથી, તેના પૂર્વ દુષ્કર્મોના ફળ તેના ઉપર લાગુ નહીં થાય.